________________
શીવમાન તપ મહાગ્ય. આવી ઉક્તિઓનું અવલંબન લેનારા, અને ધીમી આત્માઓ ધર્મ અને ધર્મના સાધનની વાતમાં કકળી ઉઠનારા આત્માઓ કે જેને ધર્મોપદેશ દેવા જતાં ધર્મને ધતીંગ કહે, હિતશિક્ષા દેવા જાઓ તે ન સંભળાવવાનું સંભળાવી દે. તેવાઓ પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવો તેનું નામ માધ્યસ્થ ભાવના છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનારા, અપમાન કરનારા, દેવ ધર્મના સ્થાન પ્રત્યે કાળો કેર વર્તાવનારાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખ ઉચિત છે, પરંતુ તેને દુઃખી કરે, માર, કુટ અને તે હેરાન થાય તે રાજી થવું અને “સારું છે એમ કહેવું તથા વિચારવું–આ ભાવના ધમી આત્માને શોભી શકતી જ નથી.
ખાવા પીવામાં, હરવા ફરવામાં હમેશાં ગુલતાન રહે અને કંટાળો આવે જ નહિં, મગજ કંટાળે નહિ. રાજ્યના વિજયપરાજયની કથા કરતાં થાકે નહિ. દેશની ભૂત-ભાવિ-વર્ત. માન સ્થિતિમાં ઊંડા ઉતરી અમુક દેશ સારે અને અમુક દેશ ખરાબ કહેવામાં યુતિ પ્રયુક્તિઓથી લેશભર પાછો હઠે નહિ. સ્ત્રીઓના લાવણ્ય-રૂપ-રંગ અને અવયની અથથી ઇતિ સુધીની વાત કરતાં ધરાય નહિં, પરંતુ જ્યાં ધર્મનું નામ આવીને ઊભું રહે તો ધતીંગ કહે, ધર્મનું નામ નામ આવે તે ઢેગી કહે. અને ગુરુનું નામ આવે તે પેટ ભરવાની દુકાન ચલાવનારા પેટભરા કહીને દેવ-ગુરુ-ધર્મને ઉતારી પાડવામાં પાછા હઠે જ નહિ. આવા આત્માઓ પ્રત્યે કરુણુભાવપૂર્વકને ઉપેક્ષાભાવ રાખવો જ ઉચિત છે. દેવ-ગુરુ-ધર્મ, ધમી કે ધર્મના સાધનની વાત એક ક્ષણભર છેડવામાં આવે તે
તુરત મગજ ખસી જાય અર્થાત બધી વાતમાં ડાહ્યો પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com