________________
કર
શ્રીવમાન તા મહાત્મ્ય
હાવા છતાં પણ છેડી દેવા એ જ હિતાવહ છે. માધ્યસ્થ ભાવનાથી ભાવિત થયેલાએ તરી શકે તેા તારવાના શકય પ્રયત્ના કરવા જરૂરી છે. પણ તેમ ન થાય તા મૈત્રી અને કારુણ્ય ભાવના પર પાણી ફરી વળે છે. તપેલી લેખડની પાંચ શેરી ઉપર નાંખેલું પાણી નકામું જાય છે અર્થાત પાણી નાખ્યાથી કંઇ ફાયદો થતા નથી પણ ઉપરથી વધુ ગરમી નીકલે છે. પાણીના મૂલ સ્વભાવ અગ્નિને એલવે, ગરમ પાણી પણ અગ્નિને ઓલવી નાંખે તેવી રીતે શાસ્રના કઠાર–તીવ્ર વચના મિથ્યાત્વ અવિરતિ કષાયના દાવાનલને ઓલવી નાંખે. ત્યાં જ નાંખવાની ક્રુજ છે. પરંતુ નકામા જાય એમ લાગે તા ઉપેક્ષા ભાવ ધારણ કરા.
અભવ્ય, દુર્ભાગ્ય અને મહામિથ્યાત્વી જીવાને શાસ્રના હિતકારી વચના પણ સારા લાગતા નથી એટલુ જ નહિ પણ જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ લવારા અને અકવાટ વધે છે. તે અવસરે વિવેકી આત્માએ માધ્યસ્થ ભાવના ભાવવી જરૂરી છે. ગૌશાલેા પ્રભુ મહાવીરને તિરસ્કાર કરે છે. પ્રભુ મહાવીર બધા સાધુઓને ઉત્તર પ્રત્યુત્તર આપવા મનાઈ કરે છે. આ અવસરે ભગવાને સાધુએાને “ સર્વ સામગ્રી અને શકિત સાથે ” તૈયાર રહેવાનું જણાવ્યુ નથી. ગૌશાલાના પ્રસંગમાં પ્રભુ મહાવીર સમગ્ર શક્તિએરૂપી શસ્ર ઉતારી નાંખવાની ભલામણ કરે છે. પેાતાના ઉપકારી તીર્થંકરાનું અપમાન સહન કરવાનું પ્રભુ મહાવીર શીખવે છે. પ્રભુ સર્વજ્ઞ છે તેથી આમ કહ્યું કારણ કે સત્ય સ્થિતિ ( વર્તમાન– ભાવિની સ્થિતિ ) સમજી શકયા છે. તીર્થંકરાના વખતે પણ જે સાધના સલીભૂત થવાના નથી તે સ્થલે સાધુઓને રાકવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com