________________
શ્રીબદ્ધમાન તપ મહાસ્ય. મહિનાઓના મહિના સુધી તે વિદ્યાનન્દ સારી રીતે ખાયપી, હરેફરે અને સ્ત્રી સંબંધી પ્રસંગ છેડનારના અભાવમાં વહ્યા જેવો થઈ ગયે. છેવટે વિચાર આવ્યો કે-મને અહિં રોકી કેમ રાખે છે ? તુરત વિચાર કરીને મનમાં સમજી ગયે કે ડોકટરને છોકરા અને હું સાથે પાસ થયા છીએ. હું પહેલે નંબરે અને ડોકટરને છોકરે બીજા નંબરે પાસ થયો છે, તેથી આ પ્રપંચ ડૉકટરે ખેલ્યા છે. સુરત કલેકટરને અરજી કરી કે ઑકટરે મને મેડ હાઉસમાં નકામે રાખે છે. રાખવાનું કારણ ફકત એ છે કે-હું પહેલે નંબરે પાસ થયે છું અને દાકતરને એક બીજા નંબરે પાસ થયે છે, એવું અરજીમાં જણાવ્યું. અને સાથે સાથે મને “ગાંડે ગાંડે” કહીને મેડ હાઉસમાં રાખવાથી મને મલતી સ્કોલરશીપ બંધ થઈ છે અને તે ડૉકટરના છોકરાને મળે છે. તે ડોકટરને મુદ્દો ધ્યાનમાં રાખી મને મહેરબાની કરી મેડ હાઉસમાંથી છૂટો કરશે એવી મારી નમ્ર અરજી છે. આવું મુદ્દાનું લખાણ અરજીમાં લખ્યું. આ અરજી વાંચી કલેકટર ગુસ્સે થયા. નિર્દોષ માણસને ગાંડે કહી ગામ હેરાન કરવાથી શું વળે? વિગેરે. વિચાર કરતાં કરતાં કલેક્ટર મેડ હાઉસમાં આવ્યાં. કલેકટરે વિદ્યાનન્દને પૂછયું અરજી તમે કરી છે? વિદ્યાનન્દ કહ્યું–જી હા. અને વાતચીત થતાં તુરત અરજીની બીના કહી બતાવી. કલેકટર આશ્ચર્ય પામે. ડોકટરે વિચાર્યું કે હવે કરવું શું? નાડ પારખવાનું કામ ડૉકટરે આજદિન સુધી નથી કર્યું તેવું સારવાર કરનારે કર્યું હતું. આ અવસરે સારવાર કરનાર આવ્યું અને કહ્યું કેમ વિદ્યાનન્દ? તમે જરા આઘા ખસે, એક બાઈ સાહેબને કમ છે કારણ કે ડોકટર સાથે તે બાઈને વાત કરવી છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com