________________
ભાવનાઓને સદુપયેગ.
સર એ જ મધ્યસ્થ ભાવના છે તે ઉપદેશ ભગવાન મહાવીર આપે છે. આ ઉપરથી માધ્યસ્થ ભાવનાને સદુપયોગ કરતાં શીખવું જરૂરી છે.
ભાવનાઓને સદુપયેગ. વિરોધી ગમે તે બોલે તે આપણે ચૂપ રહેવું એ માધ્યસ્થ ભાવનાનું સ્વરૂપ નથી, પરંતુ તમારાથી રોકી શકાય, ખમાવી શકાય, તમારું તથા તમારા સ્વધર્મીઓનું, તમારા દેવ-ગુરુધર્મનું, તમારાં સર્વ ધર્મસાધનનું રક્ષણ થાય તેવું બધું તન-મન-ધનથી કરવું એ જરૂરી છે. “૩મયત: રાસવજન” આ કહેવત અનુસારે બન્ને બાજુ દેરડાનું પાશબંધન થઈ ગયું છે તે અવસરે શું કરવું? કારણ કે માધ્યસ્થ, ભાવનાના તત્વસ્વરૂપને વિચારીએ તે ચૂપ રહેવું એ જ શ્રેય છે. અર્થાત “મનં સર્વાર્થસાધનમ્” અને બીજી બાજુ પ્રયત્ન કરવાનું પણ કહે છે, તે બન્ને સાથે કેમ બને ? બન્ને વાત સાથે જ બને તેવી રીતે વિચારવાની જરૂર છે, કારણ કે બની શકે ત્યાં સુધી સ્વધર્મીઓના બચાવ માટે, વિરતિના રક્ષણ માટે, તન-મન-ધનથી કારુણ્ય તથા પ્રમાદ ભાવનાનું સેવન કરે અને ફાયદો જ ન થાય એમ લાગે અથ તારવા જતાં ડુબી જશે એમ લાગે તે મૌન રહે તે માધ્યસ્થ ભાવના. આ ઉપરથી ઉદ્યમ કયાં કરે? કેવી રીતે કરે? અને કયાં સુધી કરવો? તેને નિર્ણય ઉપરની બીના લક્ષ્યપૂર્વક વાંચવાથી સમજશે. મિત્રી, કારુણ્ય અને પ્રમાદ ભાવનામાં તત્પર થયેલ છએ વ્યક્તિ–ોગ્ય સ્થાન દેખીને લાભ મલે ત્યાં સુધી તે ભાવનામાં ઓતપ્રેત બની આગલ વધવું. અને લાભને બદલે નુકશાન દેખાય એટલે રક્ષણની દિવાલરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com