________________
કાસણય ભાવનાનું સ્વરૂપ, ટાળવાના સ્પર્ધા, ધર્મધ્યાનાદિ ઉપાયોની સેવાના કરું તે વધારે સુખી થાઉ એ જ પ્રમાદ ભાવનાને પુષ્ટ કરવાને પુનિત માર્ગ છે.
આ ઉપરથી કમની કારમી વેદના ટાળવા માટે ઉપદેશ દેનારાઓ, વેદના ટાળવાના ઉપાયે, ઉપાયોને ઓછાવત્તા પ્રમાણમાં સેવનારાઓ, નહિ સેવનારાઓને વારંવાર પ્રેરણા કરીને સેવન કરાવનારાઓ, સેવન કરતાં કરતાં ઓછાવત્તા અંશે ફળ મેળવનારાઓ વિગેરે એ બધાઓ પ્રત્યે અનુમોદન ભાવને ભાવનારો જ પ્રમેદ ભાવનાનું પૂરું રહસ્ય સમજ્યા છે એમ માનવું અસ્થાને નથી.
કારણ્ય ભાવનાનું સ્વરૂપ જગતના તમામ જીવને કર્મની કુટીલ વેદના ભેગવવી પડે છે. તે વેદના હું દૂર કરું, તે વેદના તાત્કાલિક દૂર કરું, એવા દુઃખ દૂર કરવા માટે એવા સંજોગ સાધને તેઓને સમર્પણ કરું, સર્વની વેદના દૂર કરવામાં મારાં સઘળાં તન, મન, ધન સમર્પણ કરું, દુખી જીવોના દુઃખ દૂર કરવા મારી બનતી શક્તિએ ઉદ્યમ કરું, તેને કર્મની કુટીલ વેદનાઓને દૂર કરવા મારી સાધન-સામગ્રી-શક્તિને વિકાસ કરું; આવાં આવાં મને રથને અને આવા પ્રસંગને લગભગ અનુસરતાં અનેકવિધ વિચારોને કારણ્ય ભાવના કહેવાય છે.
મૈત્રી ભાવના અને પ્રમોદ ભાવાનામાં પૂરેપૂરાં ભાવિત થનારા આત્માઓ જ કારણયના કેમલ તરં. ગેને ઝીલી શકે છે. કારુણ્ય ભાવનાથી ભાવિત થયેલા આત્માઓને જેન–શાસનની નીતિ-રીતિ અને શાસ્ત્રમર્યાદાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com