________________
શીવર્ધમાન તપે મહાભ્ય. મનન અને પરિશીલનપૂર્વક સમજવું જરૂરી છે. પૂર્વે જણાવેલી આવી ચાર ભાવનાથી ભાવિત થયેલે આત્મા ધર્મમહેલની સીઢીના પ્રથમ પગથિયે પહોંચેલે ગણી શકાય છે. ત્યાર પછી એ ભાવનાઓને જેમ જેમ પુષ્ટ કરતો જાય છે તેમ તેમ તે ધર્મમાં આગળ વધતો જાય છે.
પ્રમેદ ભાવનાનું સ્વરૂપ કમરૂપ વીંછીના ડંખથી સર્વથા સર્વત્ર સર્વદા જગતના સમગ્ર જીવ બચી જાઓ એવી જે ભાવના તે મૈત્રી ભાવના વિચારી ગયા. હવે અમેદ ભાવનાનું રહસ્ય પ્રેમપૂર્વક વિચાર વાની જરૂર છે.
દુઃખમાં ઘેરાયલાને જેમ દુઃખને મટાડનાર મળે અને પિતાનું દુ:ખ મટે એ વિચાર આવ્યા કરે છે તેમ કર્મરૂપ વીંછીના ડંખથી દુઃખિત થયેલા જીવને પોતાની વેદના શી રીતે ટળે, તે વેદનાને ટાળવાને કણ સમર્થ છે તે બાબતના વિચાર આવ્યા કરે છે. વેદના દૂર કરનારને દૂરથી આવતો દેખીને આનંદ પામે છે, અને તેના પગમાં પડીને પોતાની વેદના દૂર કરવાની વિનંતિ કરે છે. ચપટી ધૂળથી જ વીંછી ઉતારે કે વીંછી ઉતાર્યો હોય તે પણ તે ઉતારનાર ઉપર અનહદ પ્રેમ ધારણ કરે છે. વીંછી ઉતારનારો જ્યારે ગણગણ શબ્દ કરતે હોય ત્યારે જેમ એકચિત્તે તેની સામું જોઈ રહે છે તેવી જ રીતે કમરૂપ વીંછીની વેદનાને હરનારા દેવાધિદેવ તીર્થકરે, તીર્થંકરપ્રણીત શાસનના સંચાલક ગુરુવર્યો, વેદનાના જડમૂળથી નાશના ઉપાયરૂપ ધર્મોપદેશ દેનારા અને ધર્મારાધનમાં તત્પર રહેનારા છ પ્રત્યે પૂર્ણ બહુમાન બતાવે છે. ધર્મના સર્વ સાધને અને ધાર્મિક વિચારે-વર્તને ઉપર પણ તે અત્યંત આનંદિત થાય તેમાં નવાઈ જ નથી. !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com