________________
પારણ પ્રસંગે શ્રી વદ્ધમાન તપોધર્મના આરાધકને વર્ષોલ્લાસ વધે અને આરાધના સફલતી બને તેવું બધું પ્રાચીન–નવીન સાહિત્યને સંચય કરી એક ગ્રન્થ તૈયાર થાય તો તે ગ્રન્થના પ્રકાશનધારા ભાવિક શ્રાવક-શ્રાવિકાને લાભ લેવાની ઈચ્છા છે. આ તપોધર્મ પ્રત્યે આપશ્રીને પ્રેમ–આદર-બહુમાન હોવાથી આ કાર્યને આપશ્રી વધુ ઉજજવલ બનાવી શકશે ” ઈત્યાદિ
ગ્રન્થને પ્રારંભ કરવા પહેલાં આ ગ્રન્થનું શું નામ રાખવું ? ગ્રન્થમાં મુદ્રિત સાહિત્યને સંચય કરે કે કંઈક નવીન સાહિત્ય લખવું ? નવીન સાહિત્યને આરંભ ક્યા પ્રકરણથી શરૂ કરે ? તપોધર્મ અને વર્ધમાન તપધર્મને પિષક સાહિત્યને સંક્ષેપથી જણાવવાં કે આરાધન વિભાગ જ લખવો? કે મનુષ્ય જીવનની મહત્વતાથી શરૂ કરીને વિસ્તારપૂર્વક પ્રાચીન નવીન સાહિત્યનું સર્જન કરવું ? આવી આવી સાહિત્ય સર્જનની સાંકેતિક કલ્પનાઓ આવે એ સ્વાભાવિક હતું. બે ત્રણ દિવસ પછી અંતિમ પ્રશ્નના સમાધાન સાથે પ્રાચીન સાહિત્યનો સંચય અને નવીન સાહિત્યનું સર્જન-સંકેતને નિર્ણય થયે.
સાહિત્ય-સર્જન-સંકેતના સર્વિચારને મૂર્તિમન અક્ષરદેહરૂપે અર્થાત ગ્રન્થરૂપે નિર્માણ કરવાને શુભ દિવસ ભા. સુ. ૧૧ ને હતે. સમયની ઓછાશ, પ્રકાશનની વિવિધતા અને સંગેની સંકડામણને લીધે ગ્રન્થના આલેખનમાં અતિત્વરા કરવી પડી એ સાહજિક હતું. એટલું જ નહિ પણ ગ્રન્થના લખાણ સાથે પ્રેસ કોપી કરીને ભાવનગર શ્રી મહાદય પ્રેસમાં આપ્યા પછી પ્રફવાંચનની ભલામણ પણ પ્રેસ માલીકને કરવી પડી છે, અને તેથી જ વાંચકની તીવ્ર લાગણીને સંતની શકવાનું ન બને એ સ્વાભાવિક છે, છતાં આરંભેલા પ્રકરણમાં વિષયની છષ્ણાવટમાં સમયાનુસાર પૂરતી કાળજી રાખવામાં આવી છે.
શ્રી વદ્ધમાન તપે ધર્મનું સેવન મનુષ્ય ભવમાં જ થઈ શકે છે, તેથી જ “માનવ જીવનની દુર્લભતા” નામના પુનીત પ્રકરણથી આ મન્યુને પ્રારમ્ભ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com