________________
શ્રીવન તપ મહાભ્ય સંગ, સદ્ગુરુનું દર્શન અને સેવન, સિદ્ધાન્તશ્રવણ, તત્વબુદ્ધિ, તત્ત્વરુચિ અને રુચિ અનુસારે તત્વબોધ અને તદનુસાર વર્તન-પાલન અને પરિપાલન પામવાનું, (શિવમહેલના પુણ્ય : સોપાન) ઉત્તરોત્તર પ્રાપ્ત કરવા તે એક એકથી અત્યંત દુર્લભ છે. ઉપર જણાવેલાં તેર તેર દુર્લભ સ્થાનકે પુણ્યશાળી જીવને નિર્વિદનતાએ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરના તેર સ્થાનમાંથી જે જીવને જેટલાં સ્થાનક એાછાં મળે તેટલી તે જીવની પુણ્યા ઓછી સમજવી. એ દરેક સ્થાનકેની કેટલી બધી દુર્લભતા છે તે સમજવાને માટે પ્રાપ્ત થયેલા સ્થાનક પછીના તે સ્થાનક પ્રાપ્ત થવામાં આવી પડતાં વિનો અને વિઘકારક પ્રસંગને સમજવાની ઘણી જ જરૂર છે. સમજવાના અભિલાષીઓએ ઉપપરિપૂર્વક ગાથાક્રમ અને પદો વિચારવાથી માલુમ પડશે. વિચારેનું વર્ગીકરણ
મનુષ્ય માત્રના હદયમંદિરમાં અહોનિશ ઉઠતી ઊર્મિઓ, વૃદ્ધિ પામતા વિચારો, અસંખ્ય અભિલાષાઓ, મન કલ્પિત માર, વિવેકશૂન્ય વાંછાઓ, ઉભરાતી ઈચ્છાઓ અને કોડે કલ્પનાઓનું વગીકરણ કરીએ તે તેના ઓછામાં ઓછા ચાર વિભાગે થઈ શકે છે. એ ચાર વિભાગમાં જ માનવજીવન જીવનારાઓના સમગ્ર સંકેતે સમાઈ શકે છે.
૧ મનુષ્યપણું મળ્યા પછી મહાપુણ્યના ઉદયવાળાનેજ લોખું આયુષ્ય મળેલું હોય છે. લાંબા આયુષ્યના સ્થાનકને પામેલે પુણ્યની પૂરી જોગવાઈવાળો હેય તેજ શ્રવણુદિગ્ય પાંચે ઈન્દ્રિયની પૂર્ણતા અને તે તે ઇન્દ્રિયો પિતાના વિષયમાં કાર્યસિદ્ધિ કરે તેવી પટુતા મેળવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com