________________
ધર્મસ્વરૂપમાં ભેદ. તેવી રીતે ધર્મના ફળની દેડધામ કરનારને, ધર્મ ધર્મ બેલનારને, ધર્મના ફળની જાહેરાત કરનારાઓને પણ લાભને બદલે નુકશાનની પરંપરાઓ અનુભવવી પડે છે.
સ્વરૂપ તરફ નજર રાખે, સ્વરૂપની તપાસ કરે, સ્વરૂપને ઓળખે, નકલી અસલીના ભેળસેળમાં પણ સ્વરૂપને સમજનારો અસલીને પરખે, એવાઓને સ્વરૂપની સાચી સમજીને લીધે ફળ હાથમાં આવીને ઊભું રહે છે, માટે જ સ્વરૂપને સમજવાની અનિવાર્ય આવશ્યકતા છે અને તેથી જ ધર્મના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાની ઉમેદવારી રાખનારે ધર્મનું સ્વરૂપ સમજવું જ જોઈએ. - ફળરૂપ કિંમત મેળવવાની તાલાવેલીમાં પડેલા પદાર્થનું સારું અને હું સ્વરૂપ ન સમજે તે ફળ મળવું તે દૂર રહ્યું પણ ઉલટી હાંસી થાય છે. જેમ પિત્તળ લઈને વેચવા જનાર તેલાના પંચોતેર અને પંચાશી રૂપીયાની માગણી કરે, ઈમીટેશન વેચનારો સાચા હીરાના રતિ કે ચવના ભાવ જણાવે અને માંગે, અને જર્મન સીવરના વાસણને વેચનારે ચાંદીના ભાવ માગે તે ધપે જ ખાય અને જન સમાજમાં હસીને પાત્ર થાય. તેવી રીતે ધર્મ–અધર્મના યથાર્થ સ્વરૂપને સમજ્યા વગર ધર્મની કિંમત અર્થાત ધર્મનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કરવાની ઉમેદ રાખનારાઓ જૈન શાસનમાં હસીને પાત્ર બને તેમાં કાંઈ નવાઈ નથી.
“ધર્મ દુર્ગતિને રોકનાર છે અને સદ્ગતિને મેળવી આપનાર છે” એવા સિદ્ધાન્તની બાબતમાં ફળ પ્રદર્શનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com