________________
મૈત્રી ભાવનાનું સ્વરૂપ.
સાચો રંગ છે. સમ્યકૃત્વમાં ઓતપ્રેત થયાની પ્રતીતિ માટે ચારે ભાવનાઓને અનુક્રમે વિચારીએ.
પહેલી મૈત્રી ભાવનાને સમજવા માટે એક સામાન્ય પ્રસંગને ઘટાવીએ-જે મનુષ્યને જીવનભરમાં એકાદ વાર પણ વીંછી કરડ્યો હોય તેને આ પ્રસંગ સમજતાં કે સમજાવતાં વાર નહિ લાગે, પરંતુ જેને વીંછી ન કરડ્યો હોય તે વીંછી કરડેલા બીજા માણસને પૂછીને જાણી શકશે કે–વીંછીના ડંખની અસહ્ય વેદનાઓ તે માણસને તે અવસરે એવી કારમી થાય છે કે જેથી કરીને બૂમરાણ કરી મૂકે છે અને કહે છે કે
આવી વેદના કોઈ દુશમનને પણ થશે નહિ.” વળી તે વેદનાના પ્રસંગે માલમિલકતમાં, વહેપારધંધામાં, કુટુંબ પરિવારમાં કે ખાવાપીવામાં લવલેશ ચિત્ત લાગતું નથી અને સઘળી. જંજાળને વીંછીની વેદના અનુભવનાર ભૂલી જાય છે. કઈ પણ વિષયમાં તેનું મન ચુંટતું નથી. એવી વીંછીના ડંખની વેદના હોય છે, જો કે તેની ઈચ્છાઓ, મારશે, આશાઓ, વિચારે અને તરંગો નાશ પામ્યાં નથી પરંતુ વીંછીના ડંખની વેદનાની મુખ્યતામાં તે બધાં ઐણ થઈ જવાથી આપણાથી જણાતાં નથી. આ દષ્ટાંત મુજબ કુટિલ કાળા કર્મરૂપ વીંછીના ડંખથી ડંખાયેલા સર્વે સંસારી જીની દશા કેવી હોય તે વાંચકને શાંતિપૂર્વક વિચારવાથી સમજવામાં આવશે.
આ સ્થળે કોઈ શંકા કરે કે-વીંછીના ડંખમાં તે ચેતના જાગૃત રહે છે અને નિદ્રા દૂર ભાગી જાય છે, પરંતુ કર્મના ડંખમાં તો તેમ થતું જણાતું નથી ? તેના સમાધાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com