________________
શ્રીવાદ્ધમાન તપે મહાગ્ય. જણાવવાનું કે-કલોરોફેમ સુંઘાડેલા મનુષ્યના કોઈ પણ અંગોપાંગને કાપવામાં આવે તે વખતે તેને વેદના થતી નથી એમ જણાય છે, પરંતુ કલોરોફેમ ઉતરી ગયા પછી તેને વેદના થતી આપણે જોઈએ છીએ તેથી તે વાઢકાપની ક્રિયા વેદનાનો વિષય નથી એમ કહી શકાય નહિ. તેમ મિથ્યાત્વરૂપ કલરફેર્મ ભરપૂર ચઢેલું હોવાથી કર્મરૂપ વીંછીના ડંખે સમજાતાં નથી.
આ ઉપરથી ગમે તેવો વિરોધી ધનમાલ લુંટનાર હોય, હરકોઈ પ્રકારે નુકશાન કરનાર હોય, માથાને કાપનાર હેય, કે દરિયામાં ડૂબાડી મારનાર હોય, તેવા શત્રુને પણ કર્મરૂપ વીંછી કરડશે નહિ એ વિચાર આવે તેનું જ નામ મૈત્રીભાવના છે.
સ્વાર્થપરાયણ મૈત્રીમાં મુંઝાયેલા મિત્રોના મંત્રીને અહીં સ્થાન નથી. વિશ્વપ્રેમની વાતો કરનારાઓ અને વિશ્વઉદ્ધારના વિચારને જોરશોરથી અપનાવનારા પણ જેનશાસનમાન્ય મૈત્રી ભાવનાથી હજી સુધી ભીંજાયા નથી. જગતના બધા મનુષ્ય સારી રીતે કમાણી કરી શકે, પેટ પૂરતું અનાજ મેળવી શકે, આશ્રિત કુટુંબાદિકના નિભાવના સાધને મેળવી શકે, પહેરવા પૂરતાં વસ્ત્રો મેળવી શકે અને રહેવાનું સ્થાન મેળવી શકે–આ બધા પ્રસંગેને વિશ્વોદ્ધારના અંગે કહેવામાં આવે છે છતાં એ પ્રસંગોના હાના તળે અંશે પણ સ્વાર્થ સાધવાની વૃત્તિ ન હોય તે જ તે મૈત્રીભાવનાની સન્મુખ છે એમ માની શકાય, છતાં જૈનશાસન તે વર્તમાનમાં સુખી દેખાતે આત્મા ભવિષ્યમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com