________________
ધર્મનું સાચું સ્વરૂપ.
આ સ્થળે કોઈ કહેશે કે તમે તે “સર્વજ્ઞકથિત” કહીને દુનિયાના બીજા બધા દર્શનકારાથી જૂદો જ વાડે જમાવ્યું. તેના સમાધાનમાં જણાવવાનું કે-અવિરુદ્ધ વચનને બેલનાર સર્વજ્ઞ જ હોઈ શકે, ગમે તે વતાનું વચન લઈએ તો અવિરુદ્ધ–વચન આવી શકે નહિ, કારણ કે સર્વજ્ઞ સિવાયના સઘળા આત્માઓ રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ દેને આધીન હોવાથી ત્રિકાલાબાધિત-અવિરુદ્ધ-વચન બાલી શકતા જ નથી. આથી સ્પષ્ટ થયું કે અવિરુદ્ધ વચન બેલનારા ત્રિલોકનાથ ભગવંત સર્વજ્ઞ જ હોય છે, અને તેઓના જ વચને અવિરુદ્ધ હોઈ શકે છે.
તે સર્વાના વચનને અનુસાર વર્તનારાઓના માનસિક, વાચિક અને કાયિક પ્રવર્તનને ધર્મ સમજી લેનારાઓને ઉદ્દેશીને પ્રાતઃસ્મરણીય પૂ. સૂરીશ્વરજીએ ટકરપૂર્વક જણાવી દીધું છે કે કઈ પણ પ્રવર્તનને અનુસરનારે આત્મા ચાર ભાવનાથી ભાવિત હોય તો જ તે સ્થળે સર્વજ્ઞકથિત ધર્મ છે એમ સમજવું, અર્થાત્ ઉપરોક્ત કલેકના ઉપર જણાવેલા ભાવાર્થને અનુસરતું અનુષ્ઠાન જ ધર્મ છે. - આ ઉપરથી ધર્મિ–આત્માઓને પોતાના જીવનમાં ધર્મ છે કે કેમ?, મારા વિચારે અને મારું વર્તન ધર્મમય છે કે કેમ?, મારી કરણ ધર્મમય છે કે અધર્મમય ? આ પ્રસંગોને જે તપાસવા હોય તે પિતાને આત્મા ચાર ભાવનાઓથી ઓતપ્રોત થયેલ છે કે નહિ ?, તથા માનસિક મનોરથ, વાચિક વાક્યપ્રયોગ અને કાયિક કરણીએ સર્વજ્ઞકથિત શાસ્ત્રાનુસાર છે કે નહિ ? જે આ બંને પ્રૉનું સમાધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com