________________
ર
શ્રી વર્ધમાન તપ મહાભ્ય. ધર્મના સ્વરૂપને યથાર્થ રીતિએ સમજીને તથા ધર્મના ફળને લક્ષ્યમાં રાખીને ધર્મમાં પ્રવૃત્તિ કરનારાઓએ પોતાની પરિણતિને ધર્મમય બનાવવી એ જ ધર્મની વાસ્તવિક ઉપાસના છે.
ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ધર્મનું પ્રવર્તન અને ધર્મમય પરિણતિ એ ચારેને સમજવાની જરૂર છે.
ધર્મના સ્વરૂપને સમજ્યા વગર ધર્મનું સંપૂર્ણ ફળ જે મોક્ષ તે ધર્મપ્રવૃત્તિદ્વારા મેળવી શકતો નથી. કારણ કે ધર્મના સ્વરૂપને અજાણુ ધર્મપ્રવૃત્તિરૂપ પારાવારમાં પ્રવેશ કરે તે પણ અંતિમ સાધ્યસિદ્ધિને અનુકૂળની પરિણતિ બનાવી શકતો નથી, માટે અનુક્રમે સ્વરૂપ, ફળ, પ્રવૃત્તિ અને પરિણતિને સમજી લઈએ. ધર્મના ફળમાં એકતા હોવા છતાં પણ સ્વરૂપમાં ભેદ
સુવર્ણ અને પિત્તળ, સાચે હીરે અને ઈમીટેશન હીરે, મેતી અને કચરના સ્વરૂપને નહિ સમજનારો લેવા જાય સુવર્ણ અને લઈ આવે પીત્તળ, લેવા જાય સાચો હીરો અને લઈ આવે કાચને ટુકડે, લેવા જાય પાણીદાર મતી અને લઈ આવે મીણીયું મતી, આ બધું શાથી થાય છે? જવાબમાં કહેવું પડશે કે-લેનારે–ખરીદ કરનારે સુવર્ણ-હીરા અને ખેતીના સ્વરૂપને નિર્ણય કર્યો નથી. હીરાની કિંમતરૂપ ફળ તરફ દેડનારા, હીરો હીરે બોલનારા, ચવ અને રતિના હિસાબ ગણનારા અને હીરાના ભાવને જોરશોરથી બોલનારાઓ પણ -અસલી હીરાને બદલે નકલી હીરે કેમ લે છે? જવાબમાં
કહેવું પડશે કે તેઓ સાચા હીરાનું સ્વરૂપ સમજ્યા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com