________________
શ્રીવમાન તપે મહાભ્યભાવાર્થ-ધનના અર્થિઓને ધન દેવાવાળ,(કામ-અભિલાષ) ઈન્દ્રિયોના વિષયેના અભિલાષવાળાઓને દરેક વિષયની પ્રાપ્તિ કરાવનાર અને પરંપરાએ છેવટ મેક્ષને પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ પુરુષાર્થ જ છે.
આ ઉપરથી સમજી શકાય છે કેઅર્થ અને કામ પુરુષાર્થને અનુક્રમે પ્રાપ્ત કરાવવામાં, ટકાવવામાં, વધારે કરાવવામાં, ભેગવવામાં, ભેગવતાં પણ ખૂટે નહિ તેવા બનાવવામાં, ઉત્તરોત્તર વિશેષપણે દેવસંપત્તિઓ-માનવ સંપત્તિઓની પ્રાપ્તિ વિગેરે કરાવીને પરંપરાએ અક્ષય-અવ્યાબાધ સુખરૂપ મેક્ષ પુરુષાર્થને સિદ્ધ કરાવનાર પણ ધર્મ પુરુષાર્થ જ છે. ચારે પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થનું પ્રધાનપણું છે તે યોગ્ય જ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મપુરુષાર્થના પ્રધાનપણુને જાણીને સહકારિસંગેની સાથે માનવજીવનને સદુપયોગ કરવાની ઈચ્છાવાળાઓએ સૌથી પહેલાં જવાબ દાર અને જોખમદાર એવા આ ધમપુરુષાર્થની પ્રાપ્તિના ધરી રાજમાર્ગમાં જીવન સમર્પણ કરવું એ જ સર્વથા સર્વદા-સર્વત્ર-શ્રેયસ્કર છે.
અને મોક્ષ પુરુષાર્થથી દૂર ભાગનારા જીવને ઉદ્દેશીને વિના સંકોચે કહેવું પડે છે કે–અર્થ અને કામની અભિનવ અને કમનીય કામનાઓની પરિપૂર્ણતા માટે પણ ધર્મની આરાધના એ જરૂરી વિષય છે. મનુષ્યભવમાં આવેલા જીવના જન્મથી આરંભીને મરણ પર્વતના કાળમાં સુખ, શાંતિ અને આનંદની લહેજત લેનારાઓએ ધર્મની આરાધનાથી લેશ પણ વંચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com