________________
વિચારોનું વર્ગીકરણ
એ ચાર વિભાગે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થો છે. પુરુષ માત્રના અભિલા એ ચાર પુરુષાર્થોમાં સમાઈ જાય છે એમ વીતરાગશાસનમાન્ય-સિદ્ધાન્તના અભ્યાસી વિદ્વજનેમાં સુપ્રસિદ્ધ છે.
કોઈપણ સ્થળે કોઈપણ સંગોમાં કોઈપણ ક્ષણે કેઈપણ રીતિએ આવિર્ભાવ થયેલા અભિલાષાદિને શાંત મગજ રાખીને ચેસાઈથી તપાસવામાં આવે તો તે અભિલાષાદિને ઉપર જણાવેલા પુરુષાર્થના ચાર વિભાગ પૈકીના કેઈપણ વિભાગમાં દાખલ કરવો જ પડશે. આ પ્રસંગ-સમજથી સિદ્ધ થાય છે કે આ સંસારના જીવમાત્રના અભિલાષાદિ ચાર પુરુષાર્થમાં અંતર્ગત જ છે. ચાર પ્રકારના પુરુષાર્થોમાં જવાબદાર તે ધમ પુરુષાર્થ જ છે.
' બારીકાઈથી તપાસતાં જણાય છે કે આ ચાર પુરુષાર્થોમાં પ્રધાનપણું તો ધર્મપુરુષાર્થનું જ છે, કેમકે એ ધર્મપુરુષાર્થથી જ બાકીના ત્રણ પુરુષાર્થોની સિદ્ધિ થઈ શકે છે. ધર્મ પુરુષાર્થના પ્રધાનપણને જણાવતાં ચૌદશે ચુમ્માલીશ ગ્રન્થના પ્રણેતા પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ શ્રીમાન્ હરિભદ્રસૂરિજી પિતાના ધર્મબિન્દુ પ્રકરણમાં જણાવે છે કે"धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः। धर्म एवाऽपवर्गस्य, पारम्पर्येण साधकः ॥ २ ॥"
Iધર્મવિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com