________________
ધમ પુરુષાર્થની વાસ્તવિક ઉપાસના થવું એ ઉભયલેકના સુખ-શાંતિ અને આનંદથી ઠગાવા જેવું છે.
ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન પ્રભાવવાળા, સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રાંકત, રાગદ્વેષાદિ દુષ્ટ દુશમનેથી સદાય અજિત એવા આસપુરુષથી ઉપદેશાયલા અને બહલોક પરલોકમાં સદાય સર્વથા સુખકર એવા ધર્મની આરાધના કરવામાં માનવજીવનને ઓતપ્રોત બનાવી દેવામાં જ સફલતા છે. ધર્મ પુરુષાર્થની વાસ્તવિક ઉપાસના.
ધર્મ પુરુષાર્થની આટલી જવાબદારી અને જોખમદારી સમજ્યા પછી ધર્મની આરાધના કરવાની ઈચ્છાવાળાઓને શંકા થશે કે-કોઈ ઠેકાણે દાન-શિયળ-તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મ કહા છે. અને કોઈ ઠેકાણે જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર પણ કહ્યા છે, તો એ બન્ને પ્રકારના વચનેમાંથી અમારે કયા પ્રકારના ધર્મની આરાધના કરવી ?
ધર્મની વ્યાખ્યામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફળ પણ ભિન્ન ભિન્ન રીતિએ પ્રદર્શિત કરેલું છે. પરિણતિધર્મ અને પ્રવૃત્તિધર્મનું સ્વરૂપ પણ અલગ-અલગ રીતિએ શ્રવણનેચર થાય છે, માટે ધર્મ પુરુષાર્થના પુનિત પૂજકેએ કયા ધર્મની આરાધના કરવી જોઈએ? આ પ્રશ્રનની પરંપરાના સમાધાનમાં પ્રવૃત્તિધર્મમાં કે પરિણતિધર્મમાં આગળ વધનારાઓએ
૧. જુઓ શ્રી યોગશાસ્ત્ર-સ્તુતિ પતગતુ ૨. જુઓ શ્રી તસ્વાર્થાધિગમ સૂ૦ ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com