________________
શ્રી વર્ધમાન તપે મહા નારાઓના જીવનને વિષય-વિકારથી દૂર કરી નીરસ બનાવીને રસદાયક જીવન જીવવા માટે તમે કયે રસ્તે બતાવો છે? શાસ્ત્રકારોના કથનને સમજવા માટે શક્તિ અને ધૈર્યની જરૂર છે. સત્ય કથન સમજીને જીવનમાં ઉતારવા માટે ઉપર પ્રમાણેને પ્રશ્ન કરનાર જિજ્ઞાસુને ઉત્તર આપતાં શાસ્ત્રકારે જણાવે છે કે-“સ્વપરકલ્યાણની ત્રિવિધ-માનસિક, વાચિક અને કાયિક-પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થવા માટે જ આ માનવજીવન છે'. મહારું અને જગતના બધા જીવનું કલ્યાણ કઈ રીતિએ થાય એવા માનસિક વિચારોથી જીવનને વિશાળ બનાવવું. હિત, મિત અને પ્રિય શબ્દપ્રયોગથી વાચિક જીવન વ્યવસ્થાપૂર્વક જીવવું. અને કાયાની પ્રવૃત્તિને એવી કલ્યાણકારી બનાવવી કે જેથી કરીને જગતના કોઈ પણ પ્રાણીને લેશ પણ દુઃખનો અનુભવ ન થાય, આવી રીતે જીવન જીવવાને માટે જ આ માનવજીવનની દુર્લભતા જણાવેલી હોવાથી “સ્વ૫રના કલ્યાણાર્થે આ માનવ જીવન મળ્યું છે ” એવા નિઃસંદેહાત્મક નિર્મળ નિર્ણયને દરેક મુમુક્ષએ પિતાના હૃદયપટ પર સર્વદા સર્વત્ર અંક્તિ કર જરૂરી છે. માનવજીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા
સ્વપરકલ્યાણના અથી આત્માઓને મનુષ્યપણું મેળવવું એ જેટલું દુર્લભ છે તેટલું અગર તેથી પણ વિશેષ દુર્લભ તે પ્રાપ્ત થયેલ મનુષ્યપણાને સફળ કરવાનું છે.
મનુષ્યપણું મેળવ્યા માત્રથી ધારેલી ધારણાઓ, વિચારેલી વિચારણાઓ, આરંભલી આશાઓ, મન:કલિપત મનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com