________________
માનવ જીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા. વારંવાર ઈચછેલી ઈચ્છાઓ પૂર્વે સફળ થઈ નથી, હમણા સફળ થતી નથી અને ભવિષ્યમાં સફળ થશે પણ નહિ, તેથી જ માનવજીવનની પ્રાપ્તિ પછી માનવજીવનને સફળ કરવા માટેના સાનુકૂળ સંયોગોને સહકાર પણ અત્યંત જરૂરી છે.
ભવાંતરથી મનુષ્યપણાનું અપાયુષ્ય બાંધીને મનુષ્યપણુમાં આવતાં ગર્ભાવસ્થામાં, જન્મીને તુરત જ અથવા તે ચાર પાંચ વર્ષની ઉમરમાં જ મરી જનાર જીવે મનુષ્યપણું તો પ્રાપ્ત કર્યું પરંતુ તેને સફળ કરવાના સાનુકૂળ સંયોગેની પ્રાપ્તિની દુલભતાએ કરીને મનુષ્યપણું પ્રાપ્ત કરવા છતાં મનુષ્યપણમાં મળી શકતા અનેક લાભમાંથી એક પણ લાભ તે જીવ મેળવી શક્યો નહિ હોવાથી તેને મનુષ્યભવ નિરર્થક ગયે જ કહી શકાય. માનવજીવનને પ્રાપ્ત કર્યા પછી પણ માનવજીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા છે. તેથી જ માનવજીવનને સફળ બનાવનાર સહકારિ સંયોગને વિચારીએ. મનુષ્યપણું સહી કરવામાં મળ જોઈત સાનુકૂળ
સંગોને સહકાર મનુષ્યપણાને પ્રાપ્ત કરનાર જીવનું આયુષ્ય લાંબું હોય તેટલા માત્રથી મનુષ્યજીવન સફળ થઈ શકે એ પણ કાંઈ નિયમ નથી. કારણ કે મનુષ્યપણું અને લાંબું આયુષ્ય હેવા છતાં તેની સાથે અનાર્ય દેશ, અધમ જાતિ, અધમ કુળ, ઈદ્રિની હીનતા અને રોગી શરીર વિગેરેની પણ પ્રાપ્તિ થઈ જાય તો તે પ્રતિકૂળ સાધનોના સહકારથી અધમ કાર્યોનું આચરણ કરીને જગતના જીવને ધિક્કાર મેળવીને અંતે અધમ ગતિ જનારો થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com