________________
યથેચ્છ પ્રાપિએ. યથેચ્છ પ્રાપિઓના પ્રલાપોને સચોટ જવાબ.
માનવજીવનની દુર્લભતા મૂંગે મોઢે સ્વીકારવા છતાં યથેચ્છજીવન જીવનારાઓને અને તદ્વિષયક પ્રલાપાના પોકાર ઉઠાવનારાઓને ક્ષણભર સમજવાની જરૂર છે. ખાવાપીવા માટે, પહેરવા-ઓઢવા માટે, રંગરાગ ઉડાવવા માટે, મનમાની મેજમઝા માણવા માટે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયે અને તેના બસ ને બાવન વિકારોમાં વિકારી બની વિલાસી જીવન જીવવા માટે, સુંદર ઢિયેના સમાગમ કરવા માટે, કુટુંબ પરિવાર વધારવા માટે, નાટક સીનેમા જોવા માટે અને સાતે વ્યસને સેવવા માટે જ આ અત્યંત દુર્લભ માનવ જીવન મળેલું છે, એમ માનનારાઓને સ્પષ્ટરીતે જણાવી દેવામાં આવે છે કે-કેઈપણ શાસ્ત્રકારોએ ઉપર કહેલાં સર્વ પ્રસંગેની પતાવટ માટે માનવજીવનની દુર્લભતાના યશગાન ગાયાં જ નથી.
તદુપરાંત સ્થાવર-જંગમ મિલકતના હચમચી ગયેલા પાયાઓને સંગીન અને સુદઢ બનાવવા માટે અને કામની કારમી વાસનાઓના કારમા પ્રબંધની આર્થિક પેજનાના અટપટા ઉકેલને ઉકેલવા માટે કઈ પણ મહર્ષિએ આ માનવજીવનની દુર્લભતા વર્તમાનકાળમાં સ્વીકારી નથી, ભૂતકાળમાં પણ સ્વીકારી નહોતી અને ભવિષ્યકાળમાં સ્વીકારશે પણ નહિ, એ શાશ્વત સત્ય સદાય સ્વીકારવા લાયક છે અને રહેશે. નિઃસંદેહાત્મક નિર્મળ નિર્ણય.
પુદગલના સમૂહવાળા વિવિધ પ્રસંગમાં ખેંચાતી ઇન્દ્રિયને આધીન બનીને, વિષયેના ઉપભેગથી આનંદિત જીવન-જીવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com