________________
સકળ મંત્ર-તંત્ર-ચન્દ્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચકાય નમનમા વિશ્વ-વિશ્વ-વાંછિત દાયકશ્રીશંખેશ્વર પાર્શ્વનાથે વિજયતે તમામા
પ્રાસંગિક–નિવેદન.
વિ. સં. ૨૦૦૧ નું ચાતુર્માસ મુખ્યાપુરી પાસેના અંધેરી નામના પરામાં હતું. ચાતુર્માસ દરમિયાન પ્રથમ વ્યાખ્યાનમાં “શ્રીસૂત્રકૃતાંગસુત્ર” અને ભાવનાધિકારમાં “શ્રી વિક્રમચરિત્ર” શરૂ હતાં. ધર્મના વૈવનકાલ સમાન પર્વાધિરાજની સમાપ્તિ થઈ હતી. સમાપ્તિ દરમિયાન દેવદ્રવ્યની વૃદ્ધિ, અનેકવિધ ધર્મનું સેવન, સાધર્મિક વાત્સલ્ય આદિ અનેકવિધ શાસન–પ્રભાવનાના કાર્યો અનુમોદનાને અનુસરતાં થયાં. અનેક રીતિએ જ્ઞાન અને જ્ઞાનના સાધનની અભિવૃદ્ધિ થઈ શકે તેવું ક્ષેત્ર સંગ અને સામગ્રી અનુલ હતાં. તેથી જ “હસ્તલિખિત ” ગ્રન્થની યાદી, શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પરિશિષ્ટ-વિષયાનુક્રમ અને પ્રસ્તાવના, શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની બૃહત્તિ-અવચૂર્ણિના પરિ શિષ્ટ-વિષયાનુક્રમ અને પ્રસ્તાવના, શ્રી સૂત્રકૃતાંગસુત્રના દ્વિતીય ભાગના મુદ્રણ માટેની મૌલિક વિચારણા ચાલુ હતી. સાથે સાથે સાધુઓને અભ્યાસક્રમ પણ ઠીક ઠીક પ્રમાણમાં ચાલુ હતે.
આ અવસરમાં પ્રકાશનું પુનીત કાર્ય વિદ્યુત વેગે ચાલી રહ્યું હતું, તે અવસરમાં ભા. સુ. ૮ ના વ્યાખ્યાનની સમાપ્તિ અવસરે આ ગ્રન્થનું આલેખન કરવાની વિનમ્ર વિજ્ઞપ્તિ જણાવનાર પત્ર સવિનયવતી સાધ્વીશ્રી તિલકશ્રીજી આદિ તરફથી મ. અને તે પત્રને જવાબ ફરી વળે તે પહેલાં તે સમુદાય તરફથી બીજો પત્ર મ. બન્ને પત્રમાં આવા ભાવનું લખાણ હતું કે-“વદ્ધમાન તપ ધર્માનુરકત સાધ્વીશ્રી તીર્થ શ્રીજીને ૯૯ માં એલી પછી તુરતમાં ૧૦૦મી એલી શરૂ કરવાની ભાવના છે. તે એલીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com