________________
જગની પ્રાપ્તિ અપાવે છે. પુના શત નિવડે
ધર્મને આરાધક આરાધ્યકક્ષામાં પહોંચવા બલવાન બને તે હેતુથી તપધમને પુષ્ટ કરનાર પૂર્વ મહર્ષિએ રચિત સ્વાધ્યાય–ગ્ય પૂજા–સ્તવન– પદ-વિશિષ્ટ તથા કુલકઅષ્ટકાદિને સંચય કરેલ છે.
પાંચ વિભાગમાં વહેંચાયેલા આ ગ્રન્થના દરેક વિભાગના પ્રકરણોને સંક્ષેપથી વિચારી લેવાથી વિભાગની વિશિષ્ટતા સમજાઈ જાય છે.
પ્રથમ વિભાગમાં માનવ જીવન પ્રાપ્તિની દુર્લભતા સમજવા સાથે, સહકારી સંગેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પુણ્યની અનુલતાએ એક એક સહકારી સંગ પ્રાપ્ત થાય છે. પુણ્યના અભાવમાં તે તે સાધનસંયોગના અભાવમાં માનવજીવન નિષ્ફલ કઈ રીતે નિવડે છે તે સવિસ્તર સમજાવાય છે. વિશેષતઃ પ્રમાદ છોડીને પ્રાપ્ત થયેલ સહકારિ સંગ સાધનોને સદુપયોગ કરવાથી સંવર-નિર્જરા અને પુણ્ય, દુરુપયોગ કરવાથી આશ્રવ–બંધ અને પાપની પરંપરાને અનુભવ કરવો પડે છે; માટે પ્રાપ્ત સાધનનો સદુપયેગ કરવામાં દઢપણે કમ્મર કસવી એ વિવેકીએનું આવશ્યક કર્તવ્ય છે.
આવી મનુષ્ય ગતિમાં પ્રાપ્ત થયેલ માનવ જીવનની દુર્લભતા સમજવા સાથે માનવ જીવનને સફલ બનાવનારા સહકારી સંગે અને નિષ્કલ બનાવવા માટેનો સદુપયોગ–દુરુપયોગ યુક્તિયુક્ત વિવેચન પૃ૦ ૧ થી પૃ. ૮ સુધીના ચાર પ્રકરણેમાં જણાવ્યું છે.
મનુષ્યના મનમન્દિરમાં ઉઠતી અભિલાષાઓનું વર્ગીકરણ કરીને ચાર વર્ગ રૂપે ચાર પુરુષાર્થ જણાવ્યા છે. તે ચારમાંથી એક પુરુષાર્થની જવાબદારીથી બાકીના ત્રણ પુરુષાર્થની સાધ્ય-સિદ્ધિ કઈ રીતે થાય છે તે જણાવ્યું છે. જુઓ પૃ. ૮ થી પૃ. ૧૧.
પૃ૦ ૧૧ થી ૫૦ ૩૪ સુધીમાં ધર્મની વાસ્તવિક ઉપાસના, ધર્મના ફલમાં ઐકયતા અને સ્વરૂપમાં ભેદ, ધર્મનું સાચું સ્વરૂપ, ધર્મ સ્વરૂપને સ્પર્શતી ચાર ભાવનાઓ, અને ભાવનાઓનો સદુપયોગ, શંકા સમાધાન, દષ્ટાંતપુરસ્સરનું વિવેચન વાંચવા-વિચારવા યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com