________________
છે. અને તેથી જ તપધર્મને અભ્યાસીએ આહારના અભિલાષને, વાસનાને, આસક્તિને, અને અભ્યાસને તિલાંજલિ દેવી જ જોઈએ. તે સારુ “ સંસારની ઈમારતનું મૂલ આહાર” નામના પ્રકરણને શરૂ કરાય છે. આહાર સાથે સંબંધ ધરાવનાર નિમકહરામ નોકરરૂપ શરીર, ગુલામગિરિમાં ગુંગળાયેલે આત્મા અને આહાર-શરીર આત્માને સંબંધ સમજાવીને આ પ્રકરણુઠારા ત્રણની સાચી સમજ સાથે આયંબિલનો અચિત્ય પ્રભાવ પિછાણું કરાવાય છે. 2 “શ્રી વર્ધમાન તપોધમ” અને તે તપે ધર્મની મુખ્યતા અને ધર્મનું જૈનશાસન-પ્રસિદ્ધ પ્રવર્તતું સામ્રાજ્ય સમજનારને આ વિભાગ સમજતાં વધુ વધુ વીયૅલ્લાસ આવિર્ભાવ પામે છે. આ વિભાગમાં “આયંબિલ શ્રી તે ધર્મને અભેદભાવ,” “ રસનાનું સામ્રાજ્ય,” “ શ્રી વર્લ્ડમાન તપ ધર્મની વિશિષ્ટતાઓ, ” વહેમાન તપોધર્મીઓને આરાધનામાં અને ઉત્સાહ રેડી શકે તેવું શ્રીચંદ્ર કેવલીનું કથાનક અને કથાનકમાંથી ત્યાજ્ય, ગ્રહણય, ઉપાદેય અને ફેય વસ્તુઓનું પૃથક્કરણ કરીને સ્પષ્ટતયા પૃ૦ ૧૨૪ થી ૧૫ર સુધીમાં સમજાવેલું છે.
શ્રી વર્ધમાન તપોવિધાન યાને આરાધન વિભાગ પૃ. ૧૫૩ થી પૃ. ૧૬૬ સુધીમાં પૂર્ણ કર્યો છે. આ વિભાગમાં આરાધકની અનુકૂલતા માટે શ્રી અરિહંત પદ, શ્રી સિદ્ધ પદ અને શ્રી તપ પદની આરાધના, વિધિવિધાન અને યોગ્ય સૂચન વિસ્તારપૂર્વક અનુક્રમે આપેલ છે.
શ્રી અંતકૃતાંગ નામના આગમ-સાક્ષિએ શ્રી વર્ધમાન તપનું પ્રતિપાદન પૃ૦ ૧૬૬ થી પૃ૦ ૧૬૯ સુધીમાં વર્ણવ્યું છે.
ત્રિવિધ ગે ત્રિકરણ વિશુદ્ધિએ આરાધક શ્રી વદ્ધમાન તપની આરાધનામાં ઓતપ્રોત બને એ હેતુથી સંમરણય-સુધા વર્ષાસ્વરૂપ“ શ્રી વર્ધમાન તપ ધર્મ છે,” એ વાક્યથી વાસિત થયેલ સુધાવર્ષાના પુનીત પીસ્તાલીસ સુવાક્યો આપેલા છે. પૃ૦ ૧૬૯ થી પૃ. ૧૭૩ સુધી.
વહેમાન તપના આરાધકે અગર જૈન શાસન પ્રસિદ્ધ હરકેઈ આરાધનાના આરાધકે અખંડ ફલ પ્રાપ્ત કરી શકે તે હેતુથી આરાધકો માટે આવશ્યકીય અમેઘ વર્ષા સ્વરૂપ “આરાધકો માટે આવશ્યક છે ” એ વાક્યથી વાસિત વચનામૃત તથા પ્રાસંગિક વિવિધ વિષયો પૃ. ૧૭૪ થી શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com