________________
સુવર્ણની સાંકળમાં સેંકડે આંકડા હોય છે. અને એક એક અંકેડાના પરસ્પર સંબધથી જોડાણ થયેલ અંકોડાના સમુદાયને સાંકળ કહેવાય છે. તેવી રીતે સુવર્ણની સાંકલની જેમ સંકલિત થયેલ આ ગ્રન્થનું ગુણનિષ્પન્ન નામ “શ્રી વર્ધમાન તપ મહામ્ય” રાખવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં સેંકડોની સંખ્યામાં પુનીત પ્રકરણના પરસ્પર સંબંધ છે. તે સંબંધમાં આપેલ સર્વ પ્રકરણના સમુદાયનું નામ “શ્રી વર્ધમાન તપ મહામ્ય” છે. તેનું વાંચન-મનન-પરિશીલન કરે તે વાંચકને આ ગ્રન્થનું ગુણનિષ્પન્ન નામ હૃદયમન્દિરમાં ગુંજતું રહે તેમાં શંકાને સ્થાન જ નથી.
આ ગ્રન્થમાં સર્વ કથિત શાસ્ત્રપરંપરાને માન્ય કલ્પનાઓને સન્માની છે, પરંતુ શાસ્ત્ર પરંપરાથી અમાન્ય કલ્પનાને અવકાશ આપે જ નથી. એટલું જ નહિ પણ આરાધકની આરાધના બલવત્તર બને તે સારુ યુક્તિ-યુક્ત કલ્પનાઓ, નવનવીન વિષય, વિષયને અનુસરતાં પ્રસંગ, ચાલુ દષ્ટાન્ત અને પૂર્વાપરના સંબંધને બંધબેસતું આલેખન કરવાને બનતા પ્રયાસ કરેલ છે.
શ્રી વર્ધમાન તપોધને આરાધક આરાધના કરી આરાધ્યકક્ષામાં પ્રવેશે તે મુખ્ય હેતુને અનુલક્ષિત પુનીત પ્રકરણનું ઉત્થાન અને અનુચૂત સંબંધ સ્થલે સ્થલે સાચવ્યો છે. પ્રકરણકથિત વિષયને સ્પષ્ટ કરવા આનુષંગિક પ્રકરણ અને પ્રાસંગિક વિષયની છણાવટ કરવામાં કચાશ રાખી નથી; છતાં કચાશ રહી હોય તે પ્રકાશનની અતિત્વરા કારણભૂત છે, એમ સમજવું અસ્થાને નથી.
આ ગ્રન્થને મુખ્યતયા પાંચ વિભાગમાં વહેચેલે છે. પ્રથમ વિભાગમાં તપોધર્મની સેવનાની ગ્યતાને પરિપફવ કરનારા પ્રકરણને સમાવેશ છે. બીજા વિભાગમાં તપોધર્મની સેવાનું સામ્રાજય પ્રવર્તાવનારે કેવી તૈયારીઓ રાખવી પડે છે તેનું સૂચન છે. ત્રીજા વિભાગમાં અનેકવિધ તપધર્મની સેવનામાં શ્રી વર્ધમાન તપધર્મની વિશિષ્ટતા અને શ્રી ચન્દ્રકેવલીનું ચરિત્ર વર્ણવેલું છે. ચોથા વિભાગમાં શ્રી વર્ધમાન તપોધર્મનું
સેવન–વિધિવિધાન પ્રતિપાદન કર્યા છે. અને પાંચમા વિભાગમાં તપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com