________________
५१
કરેલી હતી, પરંતુ તે વખતે મને ધર્મની આટલી સમજણુ ન હાવાથી ખરાખર ભાવ જાગેલેા નહિ. દીક્ષિત થયા પછી બીજા તીર્થોની યાત્રા કરવામાં મહુ મુશ્કેલી નથી. પરંતુ આ સમેતશિખર તીર્થની યાત્રા આ કાળમાં બહુ જ મુશ્કેલીવાળી છે, માટે એ તીની એક વાર યાત્રા કરી આવીને પછી ચારિત્ર લેવાનુ અને તા ઘણું સારું, એવા વિચાર હું કરતી હતી. તેવામાં સદ્દભાગ્યે એવા સમાચાર મળ્યા કે—“ અમદાવાદથી શેઠ મણિલાલ સંઘવી સ્પેશ્યલ ટ્રેનની સગવડ કરીને કેટલાક યાત્રીઓને સાથે લઇ શ્રી સમેતશિખર વગેરે ઘણા તીર્થોની યાત્રાએ જવાના છે ” તેએની સ્પેશ્યલમાં જનારા ' યાત્રાળુએમાં મેં મારું નામ દાખલ કરાવ્યું. અને અમદાવાદથી ઉપડી મુંબઇ, કુલપાકજી, અંતરિક્ષજી, સમેતશિખરજી, કલકત્તા, અજીમગ ંજ, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી, પટના, બનારસ, અયેાધ્યા, લખનૌ, કાનપુર, કપિલાપુરી, શૌરીપુર, આગ્રા, દીલ્લી, હસ્તિનાપુર, જયપુર, લેાધીપાર્શ્વનાથ, જેસલમેર, ગિરનારજી, અજારા અને પાલીતાણા વિગેરે ૭૦ તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરી આત્માને કૃતાર્થ કર્યા.
ઉપરની તી યાત્રાના પ્રવાસમાં મને એવા વિચાર થયે કે– આ યાત્રામાંથી ઘેર ગયા પછી ચારિત્ર લેવામાં મારે વિલંબ કરવાની કાંઇ પણ જરૂર નથી, તેથી યાત્રામાંથી જ મેં મારા મા-બાપને આ વિચાર જણાવીને સાથે એમ જણાવ્યુ` કે“ અમદાવાદથી પૂજ્ય શ્રીતિલકશ્રીજી આદિને આપણા તરફ પધારવાની આગ્રહભરી વિનંતિ કરી મારી દીક્ષા સંબ ંધી દરેક આબતની તૈયારી કરવી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com