________________
५२
ઉપરની બાબત જણાવતા મારા પહેલા પત્ર વાંચીને મારા મા-બાપ શેકાતુર થયાં. પરંતુ ઉપરાઉપરી મારા પત્ર જવાથી અને પહેલેથી મારા નિશ્ચયને જાણી ચૂકેલા હોવાથી મારા પિતાશ્રી નાગરદાસ પુરુષાત્તમદાસે શ્રીમતી તિલકશ્રીજીને અમદાવાદથી વિહાર કરવાની વિનંતિ કરી. તેઓશ્રીએ તપસ્વિની શ્રીમતી તી શ્રીજી તથા પૂજ્ય રંજનશ્રીજી આદિ ઠાણા ૧૦ને અમદાવાદથી રાણપુર જવા માટે વિહાર કરાયેા. આ વખતે તીર્થં શ્રીજી મહારાજને છ માસથી આય'બીલની તપસ્યા ચાલુ હતી છતાં તેઓ પણ વિહાર કરીને રાણપુર પધાર્યા.
તીર્થયાત્રાની મુસાફરી પૂરી કરીને ઘેર આવી વૈશાખ વદ ૮ને દિવસે હું લીંબડી ગઇ અને આગ્રહભરી વિન ંતિ કરીને દ્વીક્ષા માટે ઉભયપક્ષની રજા મેળવી.
મારી દીક્ષાના અવસર ઉપર રાણપુરમાં અઠ્ઠાઇ મહાત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, સ્વામિવાત્સલ્ય, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યાં કરવામાં આવ્યાં હતાં. પૂજા માટે અમદાવાદથી ‘ શ્રી સ'ભજિન ટાળી' નામની શ્રાવિકાની મંડળીને આ મહાત્સવમાં પૂજા ભણાવવા માટે ખાસ લાવવામાં આવી હતી.
ઉપર પ્રમાણેના જિનશાસનની પ્રભાવનાના હેતુભૂત અઠ્ઠાઈ મહાત્સવપૂર્વક પૂજ્યપાદ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. શ્રી સુમતિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. તપસ્વિની પૂજ્ય શ્રી તી શ્રીજી મહારાજે સ. ૧૯૯૫ ના જેઠ થુદ ૬ ના દિવસે વિજય મુહૂર્તે ક શત્રુઓની ઉપર વિજય મેળવી આપનાર રત્નત્રયીના આરાધનરૂપ ચારિત્રરત્ન મને અપાવીને, પેાતાની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખી મારું નામ સુરપ્રભાશ્રી પાડવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com