________________
છે સાદર સમર્પણમ છે
પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ બાળબ્રહ્મચારિણી સ્વ સાધવી શ્રી શિવશ્રીજી મહારાજની અંતેવાસિની શમ-દમ-જ્ઞાનતપિગુણગણવિભૂષિત વિદુષી સાધવીશ્રી તિલકશ્રીજી મહારાજજીની ચરણકમલે પાસિની સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજજીની શિષ્યા શ્રી વદ્ધમાનતપોધર્મને પરિપૂર્ણ કરી પરિપૂર્ણ પુનીત ભાવથી ભાવિત થયેલ તપસ્વિની શ્રી શ્રી શ્રી શ્રી શ્રી તીર્થ શ્રીજી મહાજશ્રીજીના કલ્યાણકારી કર-કમલમાં આ “ શ્રીવર્ધમાન તપ મહામ્ય” નામને સાર્થક કરતા નાનકડા ગ્રન્થને સાદર સમર્પણ કરી હમે કૃતાર્થ થઈએ છીએ.
આપશ્રીએ તપોધર્મને આરાધનામાં ઓત-પ્રેત બનીને, સ્વપર ઉદ્ધારાર્થે તે જ તપાધર્મની આરાધનામાં હમને અને સકલસંઘને ઉત્તેજિત કરીને અને તે તપોધર્મની સેવનાનું દ્રવ્ય–ભાવથી સંપૂર્ણ દષ્ટાન પૂરું પાડીને સકલ જૈન સમાજ ઉપર મહદુપકાર કર્યો છે તે અનિર્વચનીય છે.
આપશ્રીના સંયમ–સેવના અને સિદ્ધચક તથા શ્રીવદ્ધમાન તધર્મની આરાધના પ્રત્યે ઉભરાતાં વિવેક-વિનય-વૈયાવચવૈરાગ્યાદિ ગુણે અને તે તે આરાધ્ય પદ પ્રત્યેની અપૂર્વ આરાધના, અડગ શ્રદ્ધા, અપૂર્વ મનેબલ અને અસીમ-પ્રીતિભક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com