________________
અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભવ્ય જીને દાવાનળરૂપ ભાસતા આ સંસારમાંથી પૂજયપાદ શ્રીમતી તિલકશ્રીજી મહારાજ, શ્રીમતી હેમશ્રીજી મહારાજ, મારા પરમ ઉપકારી શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજ તથા શ્રીમતી રંજનશ્રીજી મહારાજે મારે ઉદ્ધાર કરીને મારી ઉપર અનહદ ઉપકાર કર્યો છે. દીક્ષા આપ્યા પછી આજ સુધી પણ મારા આત્માનું ક૯યાણ થાય એવા માર્ગને બેય આપવામાં, તે માર્ગમાં ચાલવાના પ્રયત્નને વધારવામાં વારંવાર પ્રેરણા આપતા રહીને હજી પણ ઉપકાર કર્યા કરે છે તે બદલ તેઓ સર્વને આભાર માનીને આ ચરિત્રની અહીં સમાપ્તિ કરવામાં આવે છે.
લિ.
તપાગચ્છ પરંપરાનુયાયિની પૂજ્ય શ્રીમતી શ્રીતિલકશ્રીજી મહારાજની અંતેવાસિની
શ્રીમતી હેમશ્રીજીની ચરણકમલે પાસિકા તપસ્વિની શિષ્યા શ્રીમતી તીર્થ શ્રીજીની
ચરણારવિંદચંચરિકા-સુરપ્રભાશ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com