________________
જીની આજ્ઞાનું અખંડ રીતે પાલન કરવામાં તથા નિ:સ્વાર્થ, પણે સેવા કરવામાં જરાપણ ખામી આવવા દીધી નથી. વળી ડાંગરવાળા ચંચળબહેન પિતાની ચાર પુત્રીઓ સહિત દીક્ષા લઈને સંયમધર્મનું પરિપાલન કરે છે. તેઓ પ્રમે શ્રીજી નામે શ્રીતીર્થ શ્રીજીની બીજી શિષ્યા થઈને પિતાના ગુરુજીની સેવાને સારો લાભ ઉઠાવે છે.
સં૧૯૦ ની સાલમાં શ્રી રંજનશ્રીના શરીરમાં વ્યાધિઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે વ્યાધિને ઉપચાર કરનારા અમદાવાદના નામાંકિત ડોકટરેએ જણાવ્યું કે-“ અહીંની હવા એમને અનુકૂળ નહિ હોવાથી અમારા પ્રયત્ન સફળ થતા નથી અને વ્યાધિનું જોર વધતું જાય છે, માટે તે અસાધ્ય થઈ જાય તે પહેલાં એમને કાઠિયાવાડની સૂકી હવા માફક આવે તેવા સ્થળે લઈ જવાની જરૂર છે.” ડોકટરના એવા અભિપ્રાયથી શ્રીમતી તીર્થશ્રીજી આદિ બીજા સાધ્વીઓની સાથે શ્રીરંજનશ્રીજી વઢવાણ કંપમાં પધાર્યા. ત્યાંની દવા અને હવાથી થોડો આરામ જણાય એટલે ચાતુર્માસાર્થે તેઓનું લીંબડીમાં પધારવાનું થયું. તે વખતે તે બધી સાધ્વીઓના તપ ગુણને અને જ્ઞાન ગુણને મને થોડેઘણે પરિચય થયો. ત્યારપછી પાલીતાણામાં એક ચોમાસું કરીને આ ચરિત્રની નાયિકા શ્રીમતી તીર્થ શ્રીજી આદિ રાણપુરમાં સં. ૧૪ નું ચોમાસું રહ્યા ત્યારે મને તેમને વિશેષ પરિચય થયે.
ભવની પરંપરાને વધારનારી, મોહ અને અજ્ઞાનરૂપી કાદવ-કીચડમાં ખેંચી ગયેલી, જ્ઞાનદષ્ટિરૂપ દીવાદાંડીના અભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com