________________
શરુ કરીને તેમણે પિતાના વડીલ ગુરુણ જીઓને એક દિવસે જણાવ્યું કે “મારા આ શ્રી વર્ધમાન તપની સંપૂર્ણતા. અર્થાત મારી આ છેલ્લી ૧૦૦મી ઓળીનું પારણું શ્રી આદીશ્વર ભગવાનની યાત્રા કરીને શ્રી વિમલાચલ તીર્થની છત્રછાયામાં થાય એવી મારી ભાવના છે.” આવી સરસ ભાવનાને તેઓએ અનુમોદન આપ્યું અને શ્રીમતી તિલકશ્રીજીએ શ્રી હેમશ્રીજીને જણાવ્યું કે-“જે જે સાધ્વીઓને શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ આવવાની ઉત્કંઠા હોય તેઓને સાથે લઈને તમે તથા શ્રી તીર્થ શ્રીજી પાલીતાણે જાવ.”
પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજીની આજ્ઞા થવાથી શ્રીમતી હેમશ્રીજી તથા શ્રીમતી તીર્થ શ્રીજીએ મોટા પરિવાર સહિત હદયના ઉલ્લાસથી અમદાવાદથી પાલીતાણા તરફ વિહાર કર્યો. ધીરે ધીરે વિહાર કરતા વિરમગામ, વઢવાણ શહેર, વઢવાણકેમ્પ, મૂળી, લીંબડી, ચૂડા અને રાણપુર વિગેરે સ્થાનમાં જનસમુદાયના આગ્રહથી વિશેષ કાતા સુખશાંતિપૂર્વક સર્વે ઠાણા શ્રી શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં આવ્યા. પાલીતાણા નગરમાં સં. ૨૦૦૨ ના મહા વદીમાં પધાર્યા અને તીર્થયાત્રાને લાભ લેવા લાગ્યા. તપસ્વિની શ્રીતીર્થ શ્રીજી મહારાજે આ મહાન તીર્થની યાત્રાને લાભ લેતા લેતા ફાગણ સુદી ૮ના મહાકલ્યાણકારી દિવસે પિતાના શ્રી વર્ધમાન તપની પૂર્ણાહુતિ કરવાનો નિર્ણય કર્યો છે.
તપસ્વિની શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજના પ્રથમ શિષ્યા શ્રીરંજનશ્રીજી મહારાજે, પોતાના ગૃહસ્થપણાના પૂજ્ય માતુશ્રી અને સાધ્વીપણાના પૂજ્ય ગુરુણશ્રી એવા પૂજ્ય તીર્થગ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com