________________
જલદી શ્રી વર્ધમાનતપની પૂર્ણાહુતિ કરવાની તાલાવેલી લાગેલી હોવાથી થોડા જ દિવસોમાં ૯૭ મી ઓળીને પ્રારંભ કરીને તીર્થયાત્રાની તમન્ના જાગવાથી વડીલ ગુરુજી મહારાજની આજ્ઞા લઈને અમદાવાદથી ચાલુ તપસ્યાએ ૩૦૦ ગાઉને વિહાર કરી તારંગાજી, આબુજી અને રાણકપુરજી આદિ તીથની યાત્રા કરી પાલણપુરમાં આવીને ૯૭ મી ઓળીનું પારણું કર્યું. અને આગળ વિહાર કરતા ઊંઝામાં ૯૮ મી ઓળીને પ્રારંભ કરી મેસાણે થઈને અમદાવાદ પધાર્યા. આયંબીલ માટે સૂઝત આહાર વિહારના મુકામમાં જોઈએ તે મળી શક્તા નથી, છતાં તપસ્યા ઉપર તેમને એટલો બધો રંગ લાગેલ હતો કે ગમે તે અને થોડો પણ આહાર મળી જાય તેનાથી તેઓ પિતાના આત્માને સંતોષી શકતા અર્થાત આત્મા ઉપર કાબુ મેળવેલું હોવાથી જ તેઓ વિહારમાં તથા શરીરમાં બેચેની હોય તે પણ તપસ્યા ચાલુ રાખીને આ મહાન તપને સંપૂર્ણ કરવા ભાગ્યશાળી થયા.
અમદાવાદમાં ૯મી ઓળી પૂરી થયા પછી થોડા વખતમાં તેમણે ભી ઓળી શરુ કરીને સં. ૨૦૦૨ ના કાર્તિક શુદી રને રે જ તેની આરાધના પૂરી થઈ. તે સમયે કેટલાક ભાવિકે તરફથી અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવ્યું હતું.
ભરસમુદ્રમાં ફસાઈ પડેલા કોઈ માણસને તરવાનો પ્રયત્ન કરતાં કરતાં ઘણું કાળ પછી કિનારાની નજીકમાં આવી પહોંચવાથી જે આનંદ થાય તે જ આનંદ હવે એક જ ઓળી કરવાની બાકી રહેતી હોવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજને થયે. તેથી સં. ૨૦૦૨ના કાર્તિક વદી ૧૧ને દિવસે ૧૦૦ મી એાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com