________________
થવાથી ત્યારપછી અત્યાર સુધી આસે તથા ચૈત્રમાસની દરેક એાળીનું આરાધન તેમના તરફથી જ કરવામાં આવે છે. એવી રીતે શ્રીમતી રંજનશ્રીજી આદિ પ્રભાવશાળી ગુરુજીઓના સમાગમથી આવા વૈભવશાળી આત્માઓ ધર્મમાં જેડાવાથી શાસનની દર છ મહિને ઘણું ઉન્નતિ થયાં કરે છે; કારણ કે શક્તિશાળી આત્માઓ જ્યારે ધર્મમાં જોડાય છે ત્યારે તેવાઓનું અનુકરણ કરીને બીજા ઘણું જીવો પણ ધર્મની આરાધનાની શરુઆત કરે છે અને તેમાં રસ પડવાથી પરંપરાએ કેટલાક જી પિતાનું કલ્યાણ કરી શકે છે.
તપસ્વિની પૂજ્ય આર્યા શ્રીમતી તીર્થ શ્રીજીના દર્શનથી તથા તેમના ઉપદેશથી ઘણું ભવ્ય આત્માઓના હૃદયમાં ધર્મની ભાવના જાગૃત થતી હતી. કારણ કે ઉત્તમ આત્માઓને પ્રભાવ અચિંત્ય હેઈ સમાજ ઉપર તેની અજબ અસર પડે છે. એવાં કેટલાંય ઉદાહરણે આપણું જેન દર્શનમાં તથા અન્ય દર્શનમાં પણ સુપ્રસિદ્ધ છે.
બાળબ્રહ્મચારિણી શ્રીમતી શિવશ્રીજી મહારાજના સમુદાયમાં અત્યારસુધીમાં લગભગ ૭૦ બહેને દીક્ષિત થયા તેમાંથી હાલમાં ૫૪ ઠાણા વિદ્યમાન છે. એ ૫૪ ઠાણામાંથી પ૧ ઠાણાને તે શ્રી વર્ધમાન તપની આરાધના ચાલુ છે. પૂજ્ય શ્રી તિલકશ્રીજી મહારાજને ૩૫ તથા શ્રી હેમશ્રીજીને અને શ્રી રંજનશ્રીજીને ૨૮ ઓળીઓ પુરી થઈ છે. સમુદાયમાંની બીજી સાવીઓમાં અનુક્રમે કઈને ૪૫-૪૧-૩૪-૩૪-૩૦-૨૮-૨૫ ૨૩ અને ૨૦ ઓળીએ સંપૂર્ણ થઈ છે. આ ઉપરથી વાંચકોના
ખ્યાલમાં આવ્યું હશે કે પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com