________________
धर्मः श्रुतोऽपि दृष्टोऽपि, कृतो वा कारितोऽपि वा। અનુમોહિત વેન્દ્ર, પુનાયાસત કુમ ?
ભાવાર્થ–સાંભળેલું, દેખેલે, કરેલો, કરાવેલે અથવા અનુદેલ ધર્મ પણ હે રાજેદ્ર! સાત કુળ સુધી પવિત્ર કરે છે.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજે બતાવેલી વિધિ પ્રમાણે શ્રી નવપદજીનું મરણ, પૂજન અને ધ્યાન કરવામાં તેમને બધાને રસ પડવાથી અને બહુમાન ઉત્પન્ન થવાથી બીજે વર્ષે ચૈત્ર માસની ઓળીનું સામુદાયિક આરાધન કરાવવાની તેમની ભાવના થઈ. તેથી કામદાર શ્રીયુત ગેવિંદજીભાઈએ પોતાને ખર્ચે આયંબીલની ઓળી કરાવવાને શ્રી સંઘની પાસે આદેશ લઈને મંદિરમાગી તથા સ્થાનકવાસી શ્રી સંઘને આયંબીલની ઓળીની આરાધના કરવા માટેનું આમંત્રણ આપ્યું. અને દરબારગઢમાં જ મનહર મંડપ બંધાવી તેમાં સમવસરણની રચના કરીને, તેમાં ચામુખજીને પધરાવી અઠ્ઠાઈ મહત્સવપૂર્વક ઓળીની આરાધના શરુ કરાવી.
આ ધર્મક્રિયામાં તેમને રસ ઉત્પન્ન કરાવનાર શ્રીમતી તીર્થ શ્રીજી આદિ સાધ્વીઓની હાજરી હોય તે તેમના ઉત્સાહમાં ઘણું જ વધારે થાય, એટલા માટે તેમણે ખાસ માણસ મોકલીને તેમને મૂળી પધારવાની વિનતિ કરી, પરંતુ તે સમયે તેઓ માંગરોળ જેવા દૂરના પ્રદેશમાં વિચરતા હોવાથી તેમણે પિતાના સમુદાયની બીજી કેટલીક સાધ્વીઓને મૂળી મેકલીને મૂળીના ઠાકોરની રાણી તથા કામદારના ધર્મપત્ની પ્રભાકુંવરબહેન વિગેરે બહેનના ઉત્સાહમાં વધારે કર્યો હતે. ઉપર જણાવ્યા પ્રમાણે તેમના ધર્મારાધનમાં, ઉત્સાહમાં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com