________________
પ્રભુના ધ્યાનમાં તથા કીર્તનમાં ગાળતા. અનેક ભાવવાહી સ્તવને અર્થની વિચારણાપૂર્વક તાલબદ્ધ પદ્ધતિથી ગાઈને પ્રભુભક્તિમાં તલ્લીન થઈ જતા ત્યારે કેટલે સમય વ્યતીત થઈ ગયે તેને પણ તેમને ખ્યાલ રહે નહિ.
ગાવાનું કામ કરનાર હરકોઈ મનુષ્યના કંઠની મધુરતામાં જેમ જેમ ગાવામાં ટાઈમ પસાર થતું જાય તેમ તેમ પ્રાય: કરીને ઓછાશ આવતી જણાય છે. પણ શ્રી તીર્થ શ્રીજી મહારાજની બાબતમાં તેથી ઊલટું જ પરિણામ આવતું જણાય છે, અર્થાત્ ચઢતા પહેરના સૂર્યના તેજમાં ક્રમે ક્રમે જેમ વધારો થતું રહે છે તેમ શ્રી તીર્થશ્રીજી મહારાજના ગાવાની શરુઆતમાં એમના કંઠની મધુરતા જેટલી હોય છે તેમાં જેમ જેમ તેઓ વધારે સ્તવનો ગાય છે તેમ તેમ વધારો થતો હોય એમ જણાય છે. વળી સ્તવન ગાવામાં તેઓ એટલા બધા તલ્લીન થઈ જતા કે તેમને થાક અગર કંટાળે તે આવતે જ નહિ. આવા અદભુત પ્રભાવને તેમના તપાધર્મને પ્રભાવ સમજ કે જિનશાસનના અધિષ્ઠાયક દેવેને સમજે તેને પણ કંઈ નિર્ણય કરી શકાતો નથી.
સત્સમાગમના સુંદર પરિણામ શ્રી તીર્થ શ્રીજી મહારાજની ઓળીઓને અંગે ચાલતી આયંબીલ જેવા કઠિણ તપની લાંબી તપસ્યાને જોઈને અને સાંભળીને ઘણા ભવ્ય જીવોને એમના ઉપર ગુણાનુરાગ થતું.
જ્યાં જ્યાં એમનું પધારવું થતું ત્યાં ત્યાં ઘણું માણસો એમની તપસ્યાને સાંભળીને તપોધર્મની અનુમોદનાપૂર્વક ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com