________________
શ્રી વર્ધમાન તપેધર્મનું નિરંતર સેવન. તપના ગુણ જગમાં ઘણા, કહેતાં નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે, ઉતારે ભવ પાર ૧.
શિરછત્ર સરખા વૃદ્ધ ગુરુજી શ્રી શિવશ્રીજી મહારાજ કોળ કરી ગયા, પરંતુ એમના ગુણેનું સ્મરણ અને અંતાવસ્થાએ એમણે આપેલા સધનું સમરણ સમુદાયની દરેક સાધ્વીઓને થયા કરતું હતું.
પૂજ્ય વડીલ ગુરુજીને વિરહ થયે તે અવસરમાં તીર્થ શ્રીજી મહારાજનું શરીર પણ રોગગ્રસિત રહેતું હતું. તેવા સમયમાં તેઓ પોતાની તપસ્યામાં આગળ વધી શક્યા નહિ.
શ્રી સિદ્ધચકજીનું સ્મરણ તેઓ હંમેશા કરતા રહેતા અને “કયારે શરીરની અનુકૂળતા થાય કે શ્રી વર્ધમાન તપની ઓળીઓનું આરાધન કરી શકું.” એવી ભાવના ભાવતા હતા. આખરે તેમની દઢ ભાવનાથી શરીર સ્વસ્થ થયું અને સં. ૧૯૮૪ પછી તેઓ આગળની ઓળીનું આરાધન કરવા શક્તિમાન થયા.
પૂજ્ય તીર્થ શ્રીજીનું શરીર સર્વથા સ્વસ્થ તે થયું ન હતું, પણ શ્રી સિદ્ધચક ભગવાન ઉપર એમને અત્યંત શ્રદ્ધાભકિત હતાં અને પ્રારંભેલા કાર્યને ગમે તેવા કોને સામને કરીને પણ પૂરું કરવું એ તેમને દઢ નિશ્ચય હતે. તેને ચલાયમાન કરવાને જ જાણે હાય નહિ તેમ એમના શરીરમાંથી એક રોગે હજી પૂરેપૂરી ઉઠાંગરી કરી ન હોય ત્યાં તે બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com