________________
શ્રી તિલકશ્રીને આખા સમુદાયના સંચાલન અને પાલનની ભલામણ કરી તથા હાજર રહેલી દરેક સાધ્વીઓને મહાપુણ્યના ચગે રત્નત્રયીની પ્રાપ્તિ થઈ છે તે નિરંતર અપ્રમાદપણે રહીને તેનાથી આત્માનું હિત સાધી લેવાની પ્રવૃત્તિ કરવાને ઉપદેશ આપીને, બધાને મિચ્છામિ દુક્કડં દઈને પરિશ્રમ લાગવાથી બોલવાનું બંધ કરી દીધું. પાસે રહેલા બધાને લાગ્યું કે હવે એમના છેલ્લા શ્વાસોશ્વાસ છે, તેમણે પિતાને પણ પિતાની અંતાવસ્થા સમીપમાં આવેલી જણાઈ તેથી તેમને કહ્યું કે “હવે તમે બધાં મને રાસ અને સઝાય વિગેરે સંભળાવો કે જેથી તે સાંભળવામાં મારું મન લીન થઈ જાય.'
પૂજ્ય ગુરુજી મહારાજની આજ્ઞા થવાથી વૈરાગ્યની વાસનામાં વધારો કરે એવાં સઝાય, સ્તવન, ચાર શરણાં અને આરાધનાપતાકા વિગેરે મધુર કંઠથી સંભળાવી શકે એવી સાધ્વીઓમાંથી વારાફરતી એક એક સાધ્વીએ સંભળાવવા માંડયું. તે વખતે તે પૂજ્ય ગુરુજી સૂતાં સૂતાં બે હાથ જોડીને, એકાગ્ર દૃષ્ટિથી સાંભળવા લાગ્યા. જિંદગીમાં કરેલા સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની નિંદા કરતા કરતો તથા નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા બાળબ્રહ્મચારિણી મહાનું આર્યો પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજને શિવશ્રીને વરવા ઉત્કંઠિત થયેલે આત્મા સં. ૧૯૮૦ ના જેઠ સુદ ૫ ને દિવસે આ જીર્ણ દેહને ત્યાગ કરીને પરલોકમાં પ્રયાણ કરી ગ: ૭૨ વર્ષની ઉંમરમાં ૫૪ વર્ષના પુનિત ચારિત્રપર્યાયનું પાલન કરીને એ અમર આત્મા અમરભૂમિ તરફ ચાલ્યા ગયે અર્થાત આ ક્ષણિક સંસારમાંથી અદશ્ય થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com