________________
પ્રકર્ષતા અને જ્ઞાનગુણુની પ્રકર્ષતા પ્રગટપણે જોવાય છે; પરંતુ ઘણાખરા તપસ્વીઓને અજીર્ણ થવાથી ક્રોધ અને જ્ઞાનીઓને અજીર્ણ થવાથી અહંકાર દેખાઈ આવે છે તેમ આ બને પવિત્ર આત્માઓના સંબંધમાં કેધ અને અહંકારને અંશ પણ જણાતું નથી.
પૂજ્ય તીર્થ શ્રીજી મહારાજ તપોધર્મની આરાધનામાં જેમ જેમ આગળ વધતા જાય છે, તેમ તેમ તેઓ ક્ષમા અને સહિ. બગુતા વિગેરે સગુણેને ધારણ કરવામાં અને કષાય, મેહ વિગેરે શત્રુઓને પરાજય કરવામાં પોતાના આત્મિક સામર્થ્યને ફેરવવાને ઘણો જ પ્રયાસ કરતા રહે છે. પ્રાતઃસ્મરણીય એ બને પૂજ્ય શ્રીમતી તીર્થ શ્રીજી અને રંજનશ્રીજી વૈરાગ્યરંગમાં ખરેખરા રંગાયેલા હોવાથી એમને શિષ્યાઓ અને પ્રશિષ્યાઓને બહુલ પરિવાર હોવા છતાં તેમાં તેઓ લેવાઈને અથવા આસક્ત થઈને પોતાના આત્મસાધનમાં જરા પણ પ્રમાદ કરતા નથી.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના તથા શ્રી રંજનશ્રીજી મહારાજના વડીલોને વિનય, વૈયાવચ્ચ, નમ્રતા, ગુણાનુરાગીપણું, સમુદાયના પાલનમાં સમદષ્ટિ અને પરોપકારવૃત્તિ આદિ ગુણે ઉપરાંત ખાસ કરીને અનુક્રમે તેઓના તપોધર્માનુરાગ અને પઠન-પાઠનાનુરાગ એ બે ગુણે વર્તમાન કાળમાં દરેક સાધ્વીઓને અનુકરણ કરવા લાયક છે. પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજનું પંડિતમરણ. પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ ચારિત્રનું તથા પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com