________________
૩૮
શ્રીતી શ્રીજી મહારાજની શ્રી માન તપ ઉપરની પ્રશ ંસનીય શ્રદ્ધા અને ઉત્સાહને જોઇને તેમની ઉપર ઘણું જ મહેમાન થવાથી શ્રીતીર્થ શ્રીજી મહારાજનો કેટલીએક એળીની પૂર્ણ– હુતિને પ્રસંગે તેમને વંદન કરવા આવતાં અને પૂજાપ્રભાવનાદિ સત્કાર્યા કરતાં હતાં.
રાજઋદ્ધિ જેવા વૈભવમાં રહેનારા છતાં પરમશ્રદ્ધાળુ ધર્મ - ચુસ્ત તે બન્ને શ્રાવક શ્રાવિકાએ નવપદજીની આળી શાસનપ્રભાવનાપૂર્વક અને ઉત્સવ તથા ઉજમણાપૂર્વક સંપૂર્ણ આરાધીને શ્રીવ માન તપની આરાધના પણ શરુ કરેલી છે.
તેમના તરફથી સ. ૧૯૯૧ના શિયાળામાં શ્રીગિરનારજી તથા શ્રીસિદ્ધગિરિજીના છરી પાળતા મહાન્ સઘ કાઢવામાં આવ્યે ત્યારે સંઘમાં પધારવાની અમારા સમુદાયને તેઓની આગ્રહ પૂર્વક વિનંતિ થઇ. પૂજ્ય શ્રીતિલકશ્રીજી મહારાજ ૨૫ ઠાણાના સમુદાય સાથે સંઘમાં પધાર્યા હતા. તે વખતે શ્રીતી શ્રીજી મહારાજને વિહારમાં શ્રીવર્ધમાન તપ ચાલુ જ હતા અને પાલીતાણે ગયા પછી શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી તે પણ શ્રી વર્ધમાન તપની તપસ્યા ચાલુ રાખીને જ કરી હતી.
સ. ૧૯૮૫ થી શ્રી તીર્થ શ્રીજી મહારાજની શરીરપ્રકૃતિ ઠીક થતી ગઇ તેમ તેમ તે આ શ્રી વર્ધમાન તપની આળીઓની આરાધના ઘણી ઉતાવળથી કરવા લાગ્યા. ખાસ કાંઇ તબીયતમાં પ્રતિકૂળતા નહાય તેા પારણું કર્યા વગર ઉપરાઉપરી આળીએ ચાલુ જ રાખતા. તપ કરવામાં એટલી બધી ચીવટ હેાવાથી અને જોઈયે તેવી શરીરની સ્વસ્થતા ન ડાવા છતાં અર્થાત લગભગ માંદલા શરીરદ્વારા તેઓ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com