________________
રેગના આગમનના નગારાં વાગવા માંડ્યા હતાં, છતાં પણ અજબ હિંમત અને અડગ ટેકવાળા હોવાથી જ શ્રી તીર્થ શ્રીજી આ મહાન તપને સંપૂર્ણ કરવા ભાગ્યશાળી થઈ શક્યા.
શરીરે જરા અનુકૂળતા આપી કે તરત ઓળીને પ્રારંભ કરી દેતા. ઓળીને પ્રારંભ કર્યા પછી તે ગમે તેવી શરીરની પરિસ્થિતિ થઈ જાય તે પણ ચાલુ ઓળી તે પૂરી કર્યો જ છૂટકે, એ તેમને દઢ સંકલ્પ હોવાથી એ મહાન તપ ઉપર તેમને કેટલે બધે અનુરાગ છે તે હેજે વાંચકના ખ્યાલમાં આવ્યા વિના નહિ રહે.
આગળ આગળની ઓળીઓમાં આયંબીલની સંખ્યા વધતી જાય છે. એટલે કેઈ કઈ વાર તો તેઓ શરીરની અનુકૂળતા હોય તે લાગલાગ2 બે-ચાર કે પાંચ એળીઓ પણ કરી નાંખતા. એવી રીતે લાગલગાટ એળીઓની આરાધના કરવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજને એક વાર સાડા ચાર માસના, એક વાર પાંચ માસના, એક વાર આઠ માસના અને છ વાર લગભગ છ છ મહિના સુધીના લાંબા સમય સુધી આયંબીલની તપસ્યા એકધારી ચાલુ રહી હતી. આવી ઉગ્ર તપસ્યામાં પણ ઘણે ભાગે વિહાર તો ચાલુ હોય જ.
રાજનગરનિવાસી ધર્મપરાયણ શેઠ માણેકલાલ મનસુખભાઈ સંઘવી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સભાગ્યલક્ષ્મી બહેન કેટલાક વર્ષોથી બાળબ્રહ્યાચારી શ્રીમતી શિવશ્રીજી મહારા જના દર્શનાર્થે અવારનવાર આવતાં હતાં. તેઓશ્રીના સ્વર્ગ વાસ બાદ પૂજ્ય શ્રીતિલકશ્રીજી તથા તપસ્વિની શ્રીતીર્થ શ્રીજી આદિના દર્શનાર્થે પણ તેઓનું આગમન થયા કરે છે, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com