________________
મહાન તપને પ્રારંભ કરનારા તે ઘણું જ મળી આવે છે, પરંતુ એ મહાન તપની પૂર્ણાહુતિ કરનાર તે પ્રારંભ કરનારામાંથી પણ સેંકડે એકાદ ભાગ્યશાળી જ પ્રાય: સંભળાય છે. તે પણ મહાપવિત્ર આત્માએ આ મહાન તપને પ્રારંભ કરાવેલ હોવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજ અનેક વિદો આવવા છતાં પણ આ મહાન તપને સંપૂર્ણ કરી શક્યાં. તે પૂજ્ય શિવશ્રીજી મહારાજને પ્રભાવ અને આશીર્વાદને લીધે જ બની શકયું એમ ઘણાઓનું માનવું છે તેમ મારું પણ માનવું છે.
શ્રી વર્ધમાનતપની શરુઆત કરીને પાંચ ઓળી તે એક સાથે જ કરવી પડે એ અચળ નિયમ હોવાથી શ્રી તીર્થ શીજીએ પાંચ ઓળી સંપૂર્ણ કરીને પારણું કર્યું. પાંચ ઓળીની આરાધનાથી શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની તેમની શ્રદ્ધા અને ભક્તિમાં ઘણે જ વધારે થયો. કોઈ પણ ધર્મિષ્ઠ આત્માને બહારનાં બધાં નિમિત્તાની અનુકૂળતા હોય તે તે આત્મા, પિતાની ધર્મસાધનામાં ઘણું જ વધારો કરી શકે છે. શ્રી તીર્થશ્રીજી મહારાજના સંબંધમાં પણ શ્રી સિદ્ધચક્ર ભગવાનના પ્રતાપે અનુકૂળતામાં વધારે જ થયે ગયે. અર્થાત આ મહાન તપની શરુઆત કર્યા પછી શ્રી તીર્થ શ્રીજી ઉપર પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા શ્રીમતી હેત શ્રીજી, તિલકશ્રીજી અને હેમશ્રીજી વિગેરે વડીલોની પ્રસન્નતા અને કૃપાદ્રષ્ટિમાં ઘણે જ વધારે થયે. ત્યારપછી છૂટક છૂટક એળીઓ કરીને નવા એળીઓ સંપૂર્ણ કરી. ત્યાર પછી બીજી એળીઓ કરવાની ભાવના નિરંતર રહેવા છતાં શરીરની અસ્વસ્થતાને લીધે ચાર વર્ષમાં એક પણ ઓળી કરી શક્યા નહિ.
ગૃહસ્થાવસ્થામાં મા-દીકરી અને દીક્ષિતાવસ્થામાં ગુરુ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com