________________
३२
હેવાથી ખરેખર સુવર્ણ અને સુગંધને મેળ થઈ ગયું હોય એવું જણાય છે.
यानपात्रसमं ज्ञानं, बुडतां भववारिधौ। मोहान्धकारसंचारे, ज्ञान मातेण्डमण्डलम् ॥ १ ॥
જે જળાશય પિતાના જળનું લેકોને દાન કર્યા કરે છે અર્થાત ફાયદાકારક જળ હવાથી લેકે સ્વયં ગ્રહણ કરે છે, તે જળાશયના જળમાં તથા તેની નિર્મળતામાં વધારો થયા કરે છે. તે જ પ્રમાણે ભણગણુને જ્ઞાની થયેલો જે માણસ બીજાને ભણાવીને જ્ઞાનદાન કરે છે તેનું જ જ્ઞાન નિર્મળ રહે છે, તથા તેમાં વધારો થતો રહે છે, એવું જાણીને આ રંજનશ્રીજી મહારાજ પણ સ્વસમુદાયના સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં ઘણે પરિશ્રમ કરે છે. કોઈ કઈ વાર અન્ય સમુદાયના સાધ્વીઓ પણ એમની પાસે ભણવા આવે છે ત્યારે તેમને પણ અભેદભાવથી અને એવા ઉમંગથી ભણાવે છે કે તેઓ ખુશ ખુશ થઈ જાય છે. અને તેમની પાસે ભણવા આવતાં શરુઆતમાં જેમને કંઈક સંકેચ થતો તે દૂર થઈ જતાં પછી નિસંકેચપણે તેઓ પોતે ભણવા આવે છે તેમ બીજી સાધ્વીઓને પણ ભણવા આવવાની પ્રેરણું કરે છે. એમનું જ્ઞાન, ભણાવવાની ખંત અને શૈલી સારા હોવાથી તથા માયાળુ સ્વભાવ હોવાથી એક વાર એમની પાસે ભણનારને વારંવાર એમની પાસે ભણવાને સંગ મળ્યા કરે એવી આકાંક્ષા રહ્યા જ કરે છે.
ભૂતકાળના સાંસારિક સંબંધમાં મા-દીકરીરૂપે રહેલા અને વર્તમાનકાળના ધાર્મિક સંબંધમાં ગુણ-પ્રશિધ્યારૂપે રહેલા પૂજ્ય શ્રીમતી રંજનશ્રીજી મહારાજમાં અનુક્રમે તપગુણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com