________________
આદિ ઠાણા કેટલેક દિવસે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરણકમલથી પવિત્ર થયેલા ભરુચ શહેરમાં પધાર્યા. ત્યાંના જિનાલયોના દર્શન કરી ઘણે આનંદ પામ્યા. થોડી સ્થિરતા કરીને ત્યાંથી આગળ વિહાર કરવાની ભાવના હતી, પરંતુ એક તરફ ભરૂચમાં જ્ઞાનવૃદ્ધ અને વાવૃદ્ધ સુશ્રાવક અનુપચંદભાઇ સાથેની ધર્મચર્ચા અને જ્ઞાનગોષ્ઠીમાં સાધ્વી સમુદાયને અત્યંત આનંદ આવવા લાગ્યો અને બીજી તરફ જ્ઞાન, ધ્યાન, ક્રિયા, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ અને સંપ વિગેરે ગુણેથી વિભૂષિત આ સાધ્વી સમુદાયની સાથે ધર્મક્રિયા કરવામાં ખાસ કરીને ભગ્નની શ્રાવિકા સમુદાયને એટલે બધે રસ પડવા લાગે કે તેઓના તરફથી ઘણા જ આગ્રહપૂર્વક માસું ભરુચમાં જ રહેવાની વિનતિ થઈ.
પિતાના સમુદાયને તથા ભરુચના શ્રાવિકા સમુદાયને ઘણે લાભ થવાનું જણાયાથી પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ વિગેરેનું સં. ૧૯૭૬ નું ચોમાસું ભરુચમાં જ થયું.
પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજને તથા તેમના ગુરુબહેન શ્રીમતી હેતશ્રીજીને અસલથી જ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત અભિલાષા રહેતી હતી. તેથી તેઓ દરેક સાધ્વીઓને વારંવાર ભણવા–ગણવાની પ્રેરણા કર્યા જ કરતા. ઉપવાસાદિ તપસ્યાને પારણે અગર બીજા કેઈ ખાસ કારણ સિવાય ૧૦ વાગ્યા પહેલા ગોચરી–પાણી માટે જવાનો રિવાજ તેઓએ અસલથી રાખ્યું જ નથી એટલે આજે પણ “કથા ૨ાના તથા
ના” એ ન્યાયાનુસાર તેઓશ્રીના બહાળા સમુદાયમાં એ રિવાજનું મોટે ભાગે પાલન થતું જોવામાં આવે છે. અર્થાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com