________________
ઉગ્ર તપશ્ચર્યાની આરાધના શ્રમણ ભગવાન શ્રી મહાવીરના પથે વિચરતા પંચ મહાવ્રતધારી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. મધુમતી (મહુવા) ને આંગણે સુખશાતાપૂર્વક પૂર્ણ કરી છે, આવી ઉગ્ર તપશ્ચર્યા શાસનના છેલ્લા ચારસો વર્ષના ઈતિહાસમાં એક નવું જ પૃષ્ઠ ઉમેરે છે.
- આ કોયડે વૈજ્ઞાનિ તેમજ ડેકટ માટે સમશ્યારૂપ બની ગયે. દૂર-સૂદૂરથી દર્શનાર્થે ભાવિક લેકે આ મહાન તપસ્વી સંત મુનિશ્રીના આશીર્વાદાથે તથા મહા તપશ્ચર્યાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં મહુવાની પુનિત ધરતી ઉપર આવી રહ્યા છે. જેમ જેમ પારણને દિવસ નજીક આવતા જાય છે, તેમ તેમ લેડોની ભીડ પણ વધતી જાય છે.
મહુવાના આંગણે પધારતા મહેમાન માટે “અતિથિ દેવો ભવ' માં માનતો મહુવાનો સમસ્ત જૈન સંઘ ખડે પગે તૈયાર રહ્યો છે, તેમજ સેવા-સુશ્રષા-લહાવો લઈ રહ્યો છે. મહુવાના શ્રી જૈનસંઘ શાસન અને રાષ્ટ્રના કાર્યોમાં કયારેય પાછી પાની કરી નથી. શાસનને શેભે એ રીતે વિશ્વમાં યશકલગીરૂપે રહ્યો છે જેની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
આવા મહામાનવ, મહા તપસ્વીના પારણાના પ્રસંગને મહામૂલે માની શ્રી જનસંઘે તેને પિતાને પ્રાણપ્રશ્ન બનાવ્યું છે. આ પ્રસંગને અણમેલ માનીને તપશ્ચર્યાને છાજે એ રીતે અગિયાર દિવસના મહામહોત્સવમાં વિવિધ અનુ