________________
२०
સવત ૨૦૦૮ ના ફાલ્ગુન શુદિ પાંચમના શુભ દિને-રસદ-મુકામે શ્રી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, તેમજ વડી દીક્ષા સં. ૨૦૦૮ વૈશાખ સુદ ૧૧ પાંજરાપેાળ અમદાવાદમાં થઇ. આમ રમણિક માંથી “રત્નાકર’ નું સર્જન થયું. આ રીતે રમણિકે સર્જનની શરૂઆત “રત્નાકર” નામથી કરી. સદ્દગુરુના ચરણમાં રહી એક અનુના શિષ્ય તરીકે શ્રી ગુરુ સેવા કરીને ગુરુની કૃપા મેળવી. ગુરુકૃપાથી શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું, પૂર્વીના સ’સ્કા રાથી કર્મક્ષયાથે ઉગ્ર તપશ્ર્ચર્યાની આરાધના શરૂ કરી.. પાલીતાણામાં વિક્રમ સવત-૨૦૧૬ અને ૨૦૧૭ માં એ વખત માસક્ષમણ કર્યાં. અમદાવાદ મુ. વિ. સ. ૨૦૨૪ દોઢ માસી (૪૫) ઉપવાસ કર્યાં, વિ. સં. ૨૦૨૭ માં બે માસી (૬૦) ઉપવાસ કર્યાં, મહુવા મુકામે વિ. સ. ૨૦૩૨ માં શ્રેણીતપની આરાધના કરી, અમદાવાદ મુ. વિ. સં. ૨૦૩૪ માં ૬૮ શ્રી નવકારઅક્ષરની આરાધના કરી. વગેરે મહાન તપશ્ચર્યાએ ઉપરાંત ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઇ-૮ ઉપવાસ, વષીતપ વિગેરે ઉગ્ર. તપશ્ચર્યાએ પણ મુનિશ્રીએ કરી છે.
છેલ્લે વિ. સં. ૨૦૩૬ માં પેાતાના દાદા ગુરુજીની પુણ્યભૂમિ એવી મધુમતી (મહુવા) નાં પ્રાંગણે પ. પૂ. ગીતા આચાર્ય શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સાહેબની શુભ નિશ્રામાં ૧૦૮ ઉપવાસ કરીને એક અજોડ વિક્રમ સ્થાપ્યા છે. પાતાના તપના પ્રભાવથી તેએશ્રીએ મહુવામાં