________________
( ૭૩ )
આઠે કર્મને સ્વભાવ ૧ પાટા જેવું-એટલે જેમ પાટો બાંધ્યું હોય તે કાંઈ દેખાય નહિ, તેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન આવડે નહિં. તે જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંતજ્ઞાનગુણને આવરે છે.
૨ પિળીયા જેવું–એટલે જેમ કે રાજાનું દર્શન કરવા ઈચછે પણ જે પિળીયે રેકે તે દર્શન થઈ શકે નહિ, તેમ જીવ દર્શનાવરણીય કર્મના ઉદયથી કાંઈ દેખી શકે નહિ. તે દર્શનાવરણીય કર્મ આત્માના અનંતદર્શનગુણને આવરે છે.
૩ મધથી ખરડી તરવારની ધાર ચાટવા જેવું એટલે જેમ મધવાળી તરવારની ધાર ચાટતાં મીઠી લાગે પણ જીભ કપાવાથી દુઃખ થાય, તેમ વેદનીય કર્મ પરિણામે દુઃખરૂપ પુદ્ગલિક સુખે આપી આત્માના અવ્યાબાધ સુખને આવરે છે.
૪ મદિરા જેવું એટલે જેમ મદિરા પીનાર માણસને હિતા હિતનું ભાન હેતું નથી, તેમ મેહનીય કર્મના ઉદયથી તત્વની શ્રદ્ધા થતી નથી. તે કર્મ જીવના અનંતચારિત્રગુણને આવરે છે.
૫ હેડ જેવું–એટલે જેમ હેડમાં પડેલે માણસ મુદત પુરી થયા સિવાય નીકળી શકે નહિ, તેમ તે આયુકર્મ કાંઈ સુખ-દુખ કરી શકતું નથી, પરંતુ ચાર ગતિના વિષે સુખ-દુઃખના આધારભૂત જે શરીર તેમાં હેડની પેઠે જીવને રાખે છે. જેમ અશુભગતિ ભગવતે જીવ ત્યાંથી નીકળવા ઈછે પણ આયુ પૂર્ણ થયા વિના નિકળી શકે નહિ. એ કમને જીવના અવિનાશીગુણને રોકવાને સ્વભાવ છે.
૬ ચિતારા જેવું એટલે જેમ ચિતારે નવાં નવાં રંગબેરંગી ચિત્ર ચિત્રે છે, તેમ નામકર્મ જીવને દેવતા, મનુષ્યાદિક સારા રૂપ કરે તેમ નર્ક-એકે ક્રિયાદિક માઠાં રૂપ અનેક પ્રકારનાં કરે. એ કમને જીવના અરૂપીગુણને રોકવાને સ્વભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org