________________
: ૧૬ : સઘળું ચાલ્યું ગયું, આથી ખાવાના સાંસા પડવા લાગ્યા, તેમને પદ્યની નામે સ્ત્રીને ઝાંઝણક નામે પુત્ર હતો, ત્યાં મુનિરાજનું પધારવું, તેમને ગુરૂએ આપેલું પાંચ લાખ પરિગ્રહનું નામ, રોજગાર માટે માંડવગઢ ગયા, ત્યાં ઘીની દુકાન કરી, તેમાં ચિત્રાવેલીની પ્રાપ્તિ, તેમ તેમનું ન્યાયસંપન્નપણું, આથી ઘણું જ ધન મળ્યું, તેમની ઘણું ખ્યાતી થઈ. આથી ત્યાંના રાજા જયસિંહે તેમને પ્રધાન, અને ઝાંઝણગને કેટવાળની જગ્યા આપી, પિથડે પ્રજાને સુખી કરી, ચિત્રાવેલી રાજાને આપી, રાજાની રજા લઈ આબુની જાત્રા કરવા ગયા ત્યાંથી સોનાસિદ્ધી મળી, તેમણે ૩ર વર્ષની ઉંમરે બ્રહ્મચર્યવ્રત લીધું, ને તે ઘણું શુદ્ધ પાળ્યું, તેથી તેમનું વસ્ત્ર ઓઢવાથી માણસોના રેગ જતા થયા, રાજાની લીલાવતી રાણીને તાવ આવે, તેને દાસીયે પેથડનું વસ્ત્ર ઓઢાડ્યું તેથી સારું થયું, આની રાજાને ખબર પડવાથી પેથડને કેદમાં પુર્યો અને રાણુને મારી નાંખવા હુકમ કર્યો, રાણુને ઝાંઝણગે પોતાના ઘરે છુપાવી રાખી. એક દિવસે રાજાને હાથી દારૂ પીવાથી બેભાન થઈ પડ્યો, એથી રાજાને ઘણું દુઃખ થયું, તેવામાં દાસીએ રાજાને કહ્યું કે બાપુ! હાથીને પથડનું વસ્ત્ર ઓઢાડે તે તુરત સારું થાય, તે પ્રમાણે કર્યું ને હાથી સાજે થયે, ત્યારે દાસી બોલી કે બાપુ! રાણીને સખત તાવ આવ્યો ત્યારે પેથડશાનું વસ્ત્ર ઓઢાડવાથી સારું થયું હતું, આ સાંભળી રાજાને બહુ શેક થયે, પેથડને છોડી મુકી માફી માગી, રાજાને રાણીને ઘણું જ શેક થયે, આ જોઈ પેથડે રાણુને રજુ કરી રાજાયે માફી માગી, પેથડની વૃદ્ધાવસ્થા થવાથી ધર્મની ઘણી ભાવના જાગી, સિદ્ધાચળને સંઘ કાઢ્યો, જાત્રા કરી ગિરનાર ગયા, ત્યાં યાત્રા કરી માંડવગઢ આવ્યા, ત્યાં પોતાના જાતિભાઈઓને ઘણું સારી મદદ કરી સુખી કર્યા. તેમને પાંચ લાખને નીયમ હતો, પણ ધન ઘણું જ વધી ગયું તેથી ગુરૂમહારાજને પૂછયું ગુરૂએ દેરાસરો બંધાવવા આજ્ઞા કરી, તેમણે ૧૮ લાખના ખરચે એક માંડવગઢમાં, તેમ જુદા જુદા ઠેકાણે કુલ ૮૪ દેરાસરે બંધાવ્યા છે, તેમને ધર્મબંધુ ઊપર ઘણે જ પ્રેમ હતો, તેમ પ્રભુભક્તિમાં અને જ્ઞાનધ્યાનમાં સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org