________________
( ૧૩૨ )
માયા સલ્યમાં, કોઈ વખત નિયાણુ સભ્યમાં, કેાઈ વખત મિથ્યાત્વ સલ્યમાં, એમ અનેક પ્રકારે ચિંતવન કર્યા કરે છે, અરે ચેતન ! તારા ઉપર અઢાર પાપ સ્થાનકની આણા ફરે છે, તેર કાઠીયાની ચાકી ક્રૂ છે, તે તું નથી જાણતા હજી તારે પ્રાયે અનંતાનુબ ંધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી મટી નથી, હજી ગુણુઠાણું પલટયુ નથી, ધીરજ ગુણ આવ્યા નહીં, તૃષ્ણા દાહ મટ્યો નહીં, આકુળ વ્યાકુળતા ઓછી થઈ નહી, સાગરના કલેાલની પેરે તારી તૃષ્ણા ઉછળ્યા કરે છે, તું જે જે ક્રિયા કરે છે તે તા સુન્ય મનથી કરે છે, સ્થિર મન વિનાની ક્રિયા છાર પર લીંપણુ રેાખર છે.
માટે જરા વિચાર તેા કર, હે ચેતન જેએ ત્રત લેતા નથી તે પાપી કહેવાય છે. પણ વ્રત લેઇને જે ભાંગે તે મહાપાપી કહેવાય હું આત્મા તે અનેક પ્રકારનાં વ્રત લેઇને ભાંગ્યા તેા પછી તુ કયાંથી છુટીશ ? હું ચેતન ! તુ પુદ્ગલ વાસ્તે આકુલ વ્યાકુલતા કરે છે, જે મારે પારસમણિ, મારે નવિનધાન,મારે રસ કુપીકા, મારે રસાયણ, મારું ચિત્રાવેલી, મારે અમૃતગુટકા, મારે કામધેનુ, હું શેઠ શાહુકાર થાઉં, હું રાજા થાઉં, દેશાધિપતિ થાઉં, દેવતાને વશ કરૂ, જેમ તેમ કરી પુદ્ગલનું ઉપાર્જન કરૂં, એ સમક્તિનું ગુણુઠાણુ નથી, લેાભને પરિહાર નહિ થાય તેા પછી તારી ગરજ કેમ સરસે હું ચેતન ! તુ મનમાં ચિતવ્યા કરે છે કે મહારૂ ઘર, મહારી હવેલી, મારો બગલા, મહારા પિતા, મારી માતા, મહારા પુત્ર, મહારી લત્ર, મહારૂ પુદ્ગલ, એ ચેતન ! ચારાશી લાખ જીવાયાનીમાં ફરતાં ફરતાં સખ્યાતા અસંખ્યાતા ઘર કીધાં વળી પણ કર્યા કરે છે પણ તને સ્થિરપણું આવ્યું નહિ હું ચેતન ! તુ વિચાર તેા કર કે તુ કેવા ભવરૂપી નાટકમાં નાચ્યા, અરે કાઇવાર માતાપણું, કોઈવાર પિતાપણું, કોઈવાર સ્ત્રીપણે, કોઇવાર પુત્રપણે, કાઇવાર મહેનપણે, કેાઈવાર ભાઇપણે, કાઇવાર શેઠપણે કાઇવાર દાસપણે એમ અનેક પ્રકારના સબધપણે આ સંસારમાં તુ મેાહના જોરથી નાચી રહ્યો છે, પણ જરા પુછ તા ખરા કે હે પિતા, હે માતા, હું આટલું બધું પાપ કરૂ છું, તે કેણુ ભાગવશે, તેના જવાબ હે પુત્ર જે કરશે તે ભાગવશે, તેા ધિક્કાર પડા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org