________________
(૧૩૪) સલાકી પુરૂષ ચરમશરીરી ચેથા આરાના જીવ અને તું તે પાંચમાં આરાનો ભરત ક્ષેત્રને કીડે માટે હે ચેતન ! કર્મ તે અજીવ છે. અને તું તે સજીવ છે જીવ જીવને પરિચય કરે પણ તું તો અજીવને પરિચય કરવાવાળો છે, માટે તું નિર્બળને કર્મ સબળ છે, માટે તારે તે તરવાને આજ ઉપાય છે કે, હંમેશાં તીર્થને વિષે ભક્તિ, ગુરૂને વિષે ભક્તિ, જીનરાજના માર્ગને વિષે ભક્તિ, સંઘને વિષે ભક્તિ, હિંસાને ત્યાગ, (દયાનું પાલન) પ્રાણી માત્રની રક્ષા કરવી, સત્યનું ધારણ કરવું, વન વશીકરણ કરવું, શીલ શણગાર ધરે, શક્તિને સંતોષ, ક્રોધ ઉપર કોધ કરે, ઇંદ્રિ
ને વિજય કરે, કૃષ્ણ પરેગુણગ્રાહી થવું, સત્સંગ કરવો. શાંતિને ધારણ કરવી, સવર્તન રાખવું, દાન દેવું, તપને તપવુ, ભાવના ભાવવી, વગ્ય ધરો, આગમનો પરિચય કરે, શાસ્ત્રનું શ્રવણ કરવું, શુદ્ધ માણસાઈ રાખવી, જેથી તારા આત્માની ગરજ સરે, હે ચેતન ! તારા ગુણ તો સંભાળ. તું શ્રાવક નામ ધારણ કરે છે પણ ગુણને લેશ માત્ર દેખાતો નથી. શ્રાવક તો લજાવંત હોય, દયાવંત હય, આનંદમાં રહેનાર, પ્રસન્ન ચિત્તને રાખનાર, પરાયા દોષને ઢાંકનાર, પરોપકાર કરનાર, સહજ સંતોષમાં રહેનાર, સોમ્ય દ્રષ્ટિ ગુણગ્રાહી, દીર્ઘ વિચારી, નિર્મળ બુદ્ધિનો ધરનાર, કૃતજ્ઞી, અહંકાર વાર્જિત, કુલાચારને પાળનાર, જિનદર્શનમાં પ્રીતિ, પાપથી વિમુખ, વિતરાગની આજ્ઞાને પાળનાર, જીવાજીવાદિ નવ તત્વને જાણનાર, એવા અનેક ગુણે કરી બીરાજીત હોય તેને ધન્ય છે, અવા તો શ્રાવક આનંદ, કામદેવ, સુદરશન શેઠ તેને ધન્ય છે, તું તે નામ ધારે શ્રાવક છે. હે ચેતન ! તારામાં તે ગુણને લેશ પણ નથી તે તારી કાર્યસિધિ કેવીરીતે થાશે ધન્ય છે શુદ્ધ સાધુપણને જેઓ સાધુના સત્તાવીશ ગુણોને સંભાવનાર, ત્રણ ગુણિયે ગુમા, પાંચ સુમતિયે સુમતા અઢાર હજાર શીલાંગ રથના ધારણ, કુક્ષીસંબલ ચારિત્ર પાત્ર છે વીતરાગની આજ્ઞાને પાલે છે. હે ચેતન ! તે તને કયારે ઊદય આવશે.
હે ચેતન તે તને ક્યાંથી ઊદય આવે તારેતો સંસારની બહલતા ઘણી છે, ધન્ય છે દેશ વીરતી શ્રાવકને જે પ્રભુની આણ પ્રમાણે ધર્મને પાળે છે, પ્રભાતે સામાયિક કરે છે, દેવ દર્શન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org