________________
( ૧૩૦) દીન દયાળ ગરીબી નિવાજ, દયા કરી તમારા ધર્મરાજાને સમકત સેનાપતિને સામગ્રી સહીત મોકલજે, કે જેથી અમારે આધાર થાય, હે પરમેશ્વર તમે કંગાળની વાર કરજે, જીવીત દાન દેજો, આ સેવકને તમારે આધાર છે, બાકી સર્વે સામગ્રી મળી છે તે તે મેલી છે. સર્વ શત્રુરૂપ છે તેથી મહારું કાર્ય સરતું નથી, પણ શું કરીએ કર્મવશ પડ્યા છીએ.
આ જીવાજીને કાગળ આવ્યું તે વાંચી શેઠ શ્રી સીમંદીર સ્વામીજી કરૂણાવંત થઈ,ધર્મરાજા અને સમકિત સેનાપતિને સામગ્રી ચતુરંગી સેના સહીત મે , તે તુરત આવી પહોંચ્યા ત્યાં આવી જોયું તે જીવાજીને મોહ પલ્લીપતિ વિંટીને ચારે તરફ પડ્યો છે, તેવામાં ધર્મ રાજાને આવ્યું જાણું જીવાજીને પરમ આનંદ થયે, હવે ધર્મ રાજા મેહ પલ્લી પતિ સાથે યુદ્ધ કરવા તત્પર થયે, ધર્મ રાજાનું સૈન્ય કેવું છે તે કહે છે. - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ ચાર પ્રકરનાં સૈન્ય છે. નિચ્ચે વહેવાર સ્વાવાદ રૂપ ઘોડા, સપ્તમય રૂપ હસ્તિ, અઢાર સહસ શિલાંગ રૂપ રથ, બારભેદે તપ, સત્તર ભેદે સંયમ, ચરણ સીત્તરી, કરણ સીત્તરી રૂપ પાયદલ, બાર ભાવના, પચવીશ ભાવના, પંચમહાવ્રતની, દશવિધ યતિધર્મ રૂપ ઉમરાવ છે, શાંત દાંત નકી પિકારનાર છે, ધર્મ ધ્યાન રૂપ જયંતિ નામે ધ્વજા પતાકા છે, પાંચ સુમતિ, પાંચ સમક્તિ, પાંચવિધ સઝાય, પંચવિધ વાજા વગડાવતે ત્રણ ગુણિરૂપ શરણાઈ વગડાવતે થકે, જ્ઞાનરૂપ બીરૂદાવળી બોલાવતે થકે આવ્યો, એટલે મોહ પલ્લીપતિ પણ સહામે આવ્યું.
તે મેહની સેના કેવી છે તે કહે છે, ચાર કષાય રૂપ ચતુરંગી સેના છે, અઢાર પા૫ સ્થાનરૂપી અમીર છે, તે કાઠીયા રૂપ ઉમરાવ છે, રાગદ્વેષ રૂપ નકી પિકારનાર છે, પંચ વિષય રૂ૫ વાજીંત્ર છે, અષ્ટ મદરૂપ હસ્તિ ઉપર ચડીને મેહરાજા ધર્મરાજા સાથે યુદ્ધ કરવા આવ્યો, તે મેહનું તપખાનું, નિંદા, ઈર્ષા, આસાતના, અવિનય, કુબુદ્ધિ, કુલેશ્યા, અશુભ ગ ઈત્યાદિ નાલ જંજાલ, બંદુક, સામગ્રી લઈ સ્નેહ, મેહ, મૂછ તૃષ્ણાદી સિંહનાદ કરતા, કર્મરૂપ બાણ વરસાવતો સુભટ સહીત યુદ્ધ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org