________________
( ૨૪ ). દેવાને વરતાવ–દે આંખ મટકારે નહિ, મનુષ્યલોકમાં આવ્યાથકા જમીનથી ચાર આંગળ અધર ચાલે, તેઓ મને કરી કાર્યસાધક હોય, તેમના ગળામાં કુલની માળ હોય તે કરમાય નહિ. (તે માળા મરણના છ મહિના બાકીયે કરમાય)
દેવા મનુષ્યમાં આવે તે કારણ–તીર્થકરના જન્માદિક પાંચ કલ્યાણકના વિષે, તપના પ્રભાવે, જન્માંતરના નેહે કરી, (શાલીભદ્રના પિતાની જેમ) અને રીસ થકી (સંગામે આવ્યો) એવા કારણે દેવ આવે, કારણ વિના આવે નહિ. એમ જાણવું
દેવે કારણ વિના શા માટે ન આવે–દેવ ઉત્પન્ન થાય ત્યારે દેવાંગના તરફથી ઘણા પ્રકારના નાટારંભ, હાવભાવ, વનકીડા, વિગેરે જેવાનું મુકીને આવે નહિ, તેમ દેવને મનુષ્યલેકમાં આવવા કોઈ કારણ નથી, તેમ મનુષ્યકથી ચારસોપાંચસો જન સુધી મૃત કલેવર, મૂત્ર, વિષ્ટાની ઉંચી દુર્ગધ ઉછળે છે, તે કારણને લઈ દેવો મનુષ્યલોકમાં આવે નહિ.
દેવતાનું વૈશ્યિ શરીર–દેવતાનું વૈક્રિય શરીર એક લાખ (૧૦૦૦૦૦) જનનું હોય છે, તેને કાળ પંદર દિવસને હોય.
દેવમાં આગતિ–પતા ચંદ્રિ મનુષ્ય તથા તીર્યચ ચારે પ્રકારના દેવના વિષે જાય છે.
દેવની ગતિ–અસંખ્યાતા આયુષ્યવાળા યુગળીયા ટાળીને સંખ્યાતા આયુષ્યવાળા ગર્ભજ પચેંદ્રિતીર્થંચ પર્યાપ્તા, તેમ જ સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ પંચંદ્રિ મનુષ્ય પર્યાપ્તા, તથા અપર્યાપ્તા એવા પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયના વિષે ચારે પ્રકારના દેવે આવી ઊપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org