________________
( ૧૦ ). નારકીને ગધ–મરેલા કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હોય છે.
નારકીને રસ-કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડે હેય. નારકીને પશે–સ અને વિછીના ડંખ સરખો હોય છે. અગુરૂ લઘુ–પરિણામ તે અત્યંત દુ:ખનું સ્થાનભૂત જાણવો. શબ્દ–અત્યંત વિલાપાકંદ, દુ:ખકારી શબ્દના પુગલ હોય.
સ્પર્શ દુખ–વૈમાનિક દેના હાથના સ્પર્શથી પણ નારકીને અત્યંત દુઃખ થાય.
તેને આધાર—દરેક નારકી તળે ઘનેદધિ, ઘનવાત, તનવાત અને આકાશ એમ ચારને આધાર છે.
આહાર ઇચ્છા–તે અભિલાષ ઉત્કૃષ્ટી અંતર્મુહુર્તની હેય.
જીવના છ સ્થાન–જીવ છે, જીવ નિત્ય છે, જીવકર્મને કર્તા છે, જીવ કર્મનો ભક્તા છે, જીવને મોક્ષ છે, અને જીવને (જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ) મોક્ષને ઉપાય પણ છે.
જીવનાં છ લક્ષણ - જ્ઞાન–મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તે સમ્યકત્વ આશ્રીને હેય, અને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભેગઅજ્ઞાન, એ ત્રણ મિથ્યાત્વ આશ્રયી હોય, એ આઠેમાંથી
એક અથવા અધિક જેને હોય, તેને જીવ કહીયે. | દર્શન–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, એ ચારમાંનુ એક અથવા અધિક જેને હેાય, તેને જીવ કહીયે. ' ચારિત્ર–સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસં પરાય, યથાખ્યાત, દેશ વિરતિ, અવિરતિ, એ સાતમાંનું એક અથવા અધિક હોય તેને જીવ કહીયે.
તપ-છ બાહ્ય છ અત્યંતર તે બાર પ્રકારને તપ છે, જે જાણપણું સહિત તપ કરે તે સકામ, અને અજ્ઞાનપણે કષ્ટ સહન કરવું તે અકામ, એ બે પ્રકારમાંથી એક અથવા અધિક જેને હેય, તેને જીવ કહીયે.
વીર્યકરણ તે ઇન્દ્રિય સંબંધિ શક્તિ, બળ તે લબ્ધિરૂપ પરાક્રમ, એ બેમાંથી એક કે અધિક જેને હોય તેને જીવ કહીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org